Last Updated:07 September 2010

-->
ભારતમાં ફરી મુંબઈ જેવા ત્રાસવાદી હુમલાની સૈન્યના વડાની ચેતવણી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઈ.)        નવી દિલ્હી,
ભારતીય ભૂમિદળના વડા દીપક કપૂરે મુંબઇમાં ગયા વર્ષે થયાં હતાં તેવા હુમલા ફરીથી થવાની શકયતા દર્શાવીને કહ્યું છે કે ભારતે આવા હુમલાઓને ખાળવા માટે તમામ પગલા લેવા પડશે. બીજી બાજુ પાકિસ્તાનમાં સ્થિરતા અને શાંતિ જળવાયેલા રહે તેવી ભારતની ઇચ્છા હોવા અંગે પણ તેમણે જણાવ્યું હતું.

પાકિસ્તાનનાં અસંતુષ્ટ જૂથોને ભારતીય સૈન્ય કોઈ મદદ કરતું નથી

કપૂરે પત્રકારોને જણાવ્યું હતું કે મુંબઇમાં ૨૬/૧૧નાં રોજ થયા હતાં તેવા હુમલા ફરીથી ન થાય તે માટે આપણે તમામ પગલાં ભરવા પડશે. આપણે આવાં હુમલા ફરીથી થવાની શકયતા આપણે નકારી શકીએ નહીં. તાજેતરમાં કોઈ આતંકવાદી હુમલાની ચેતવણી છે કે કેમ તેવું પૂછાતા તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાનાં ક્ષેત્રમાં આતંકવાદી જૂથો મોટી સંખ્યામાં હાજર છે. આ ક્ષેત્રમાં ભારત, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. આપણે સાથે મળીને આવા જોખમો સામે લડવું પડશે.

પાકિસ્તાન પણ થોડા સમયથી આતંકવાદી હુમલાઓનો સતત ભોગ બની રહ્યું હોવાનું કહી તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની અને ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે તાજેતરમાં જ આવા જોખમો સામે અમને સાવધ રહેવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલા ઉગ્રવાદીઓ પાસેથી ભારતીય બનાવટના હથિયારો જપ્ત કરાયા હોવાના ઇસ્લામાબાદના આરોપ અંગે સેનાના વડાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મુશ્કેલી ઉભી કરવાનો ભારતનો કોઇ ઇરાદો નથી અને તે આ ક્ષેત્રમાં કોઇપણ આતંકવાદી જૂથને ટેકો આપતું નથી. પાકિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા રહે તેવું ભારત પહેલેથી ઇચ્છે છે. નકસલવાદ અંગે કપૂરે જણાવ્યું હતું કે નકસલવાદીઓ સામે લડવા માટે સેના અર્ધ લશ્કરી દળોને તાલિમ આપવાનું ચાલુ રાખશે અને આ પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. નકસલવાદીઓ સામેની લડાઇ એક દિવસમાં પૂરી થઇ શકે તેમ ન હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે નકસલવાદને સંપૂર્ણપણે નાબુદ કરવો એ સમય માગી લેતી પ્રક્રિયા છે. નકસલવાદીઓ સામેનું યુદ્ધ ઘણું લાંબુ ચાલશે

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી