Last Updated:19 ડિસેમ્બર 2011

કટ્ટરવાદીઓના બંધને કારણે પંજાબમાં જનજીવન ખોરવાયું છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પીટીઆઈ)    ચંદીગઢ/અમૃતસર,
પંજાબમાં ૧૯૮૪ના સમયમાં થયેલા શીખ વિરોધી રમખાણોમાં માર્યા ગયેલા હજારો પરિવારોને ન્યાય ન મળતાં પંજાબના અનેક શહેરોમાં કટ્ટરવાદી સંગઠનોએ એક દિવસના બંધનું એલાન આપ્યું હતું. આ એલાનના પગલે રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. દુકાન અને વેપારી સંકુલો પણ બંધ રહેતા સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.

દલ ખાલસાના સમર્થકોએ ઠેર ઠેર ટ્રેનો, શાળા, કોલેજો, બજારો બંધ કરાવ્યાં

પંજાબમાં બંધનું એલાન આપનારી મુખ્ય સંસ્થા દળ ખાલસા હતી જેને ખાલસા એક્શન કમિટિ (કેએસી), ડમડમી ટક્સાલ, દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ (ડીએસજીપીસી) અને શિરોમણી પંથિક સમિતિનો સમાવેશ થાય છે. દળ ખાલસાના નેતા કંવરપાલ સિંહે જણાવ્યું હતું કે અમને ૨૫ વર્ષથી ન્યાય મળ્યો નથી. કેન્દ્રની બહેરી સરકાર અમારી માગણીઓ સાંભળે તેવું અમે ઇચ્છીએ છીએ. આજે સવારે દળ ખાલસાના કાર્યકરોએ અમૃતસર રેલવે સ્ટેશન ખાતે કેટલીક મહત્વની ટ્રેનો પણ રોકી હતી. આ ઉપરાંત બંધના કારણે અન્ય અનેક ટ્રેનો રદ્દ કરવી પડી હતી. જેના કારણે અનેક મુસાફરો રઝળી પડયાં હતાં.

મોટાં શહેરોનાં દુકાનો, પેટ્રોલ પંપ અને બેંકો પણ બંધ રહી હતી જ્યારે શાળા-કોલેજોને પણ તંત્રએ બંધ કરાવી હતી. આ ઉપરાંત બસ સહિતની જાહેર પરિવહન સેવા પણ ખોરંભાયેલી રહી હતી. પ્રદર્શનકારીઓએ મોહાલિ, અમૃતસર, પટિયાલા, હોશિયારપુર, જલંધર, કપુરથલા અને ગુરદાસપુર સહિતના શહેરોમાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું. અમૃતસર ખાતે પોલીસે ખુલ્લી કીરપાણ સાથે વાહનો પર નીકળેલા ૫૦ જેટલા શીખ યુવકોને પણ અટકાવ્યા હતા. જો કે તંત્રએ લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરવાની પરવાનગી આપી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી