Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
દલાઈ લામા ભાગલાવાદી પ્રવૃત્તિ કરે છે ઃ ચીન

બેઈજિંગ,
ચીને આજે દલાઈ લામા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દલાઈ લામાએ અરૃણાચલ પ્રદેશની મુલાકાત લઈને ભારત ચીન સંબંધોમાં વિક્ષેપ પાડવાની પ્રવૃત્તિ કરી હતી. દેશનિકાલ કરાયેલા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ આગામી સપ્તાહે અરૃણાચલ પ્રદેશની મુલાકાત લેવાનું નક્કી કરતાં બેઈજિંગ રોષે ભરાયું હતું. ચીન સરારે આ મુલાકાતને વખોડી હતી અને તે અટકાવવા ભારતને વિનંતી કરી હતી. અરૃણાચલ પ્રદેશની સરહદ બાબતે ચીન-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ દલાઈ લામાની અરૃણાચલ પ્રદેશની મુલાકાતને કારણે વકરશે તેમ ચીને જણાવ્યું હતું. ચીને વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દલાઈ લામા વારંવાર જુઠ્ઠુ બોલે છે અને ચીનના અન્ય દેશો સાથેના સંબંધો બગાડે છે. ચીને અરૃણાચલ પ્રદેશના ૯૦૦૦૦ ચોરસ કિલોમીટરના સરહદી વિસ્તાર પર પોતાનો દાવો રજુ કર્યો હતો.
કરાચીમાં બે ટ્રેન ટકરાતાં ૧૫નાં મોત

(પી.ટી.આઈ.)    કરાચી,
પાકિસ્તાનના કરાચી નજીક એક પ્રવાસી ટ્રેનનો ડ્રાઈવર સિગ્નલ ચૂકી જતાં ટ્રેન બીજી માલગાડી સાથે અથડાઈ પડી હતી. આ દુર્ઘટનામાં ૧૫ જણાનાં મોત થયાં હતાં. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કરાચી જઈ રેહેલો માઈકલ એક્સપ્રેસ જુમ્માગોથ રેલવે સ્ટેશને માલગાડી સાથે ટકરાયો હતો. ઈકબાલ એક્સપ્રેસનો ડ્રાઈવર સિગ્નલ ચૂકી ગયો હતો. એટલે આ અકસ્માત થયાનું રેલવે તંત્રે જણાવ્યું હતું. પ્રવાસી ટ્રેનના પ્રથમ બે ડબાને ભારે નુકસાન થયું હતું અને ૧૫ જણાના મોત થયાં હતાં.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી