|
ટેમ્પો અને બસ અથડાતાં બારનાં મરણ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Tuesday, 03 November 2009 |
|
(પી.ટી.આઇ.)
કથુઆ (જમ્મુ ક્શ્મીર) જમ્મુ પઠાનકોટ હાઇ વે પર આજે વહેલી સવારે એક ટેમ્પો અને એક બસ વચ્ચે સીધી અથડામણ થતાં ૧૨ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા કેટલાકને ઇજા થઇ હતી.
જમ્મુથી દિલ્હી જઇ રહેલી બસ સાથે હિમાચલથી આવી રહેલો એક
ટેમ્પો અથડાતાં આ અકસ્માત થયો હતો જેમાં ટેમ્પો સડક પરથી ગબડીને બીજી તરફ
પડી ગયો હતો અને એમાં બેઠેલા ૧૨ જણ તરત માર્યા ગયા હતા. ટેમ્પોમાં કુલ ૧૯
જણ પ્રવાસ કરી રહ્યા હતા.
બસના એક પણ ઉતારુને જરીય ઇજા થઇ નહોતી. ટેમ્પોના ચાર
ઇજાગ્રસ્તોને કથુઆની હૉસ્પિટલમાં અને ત્રણને સરકારી મેડિકલ કૉલેજ
હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
|