|
ગુરગાવમાં સાત જણ ટ્રેન નીચે કપાયા ઃ લોકોએ ટ્રેન રોકી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
ગુરગાંવ તા.૩ અજમેર શતાબ્દી ટ્રેન નીચે એક સાથે સાત જણ કપાઇ મરતાં લોકો ઉશ્કેરાયા હતા અને ટ્રેનને બળજબરીથી રોકી હતી. જો કે લોકોના ગુસ્સાથી ડરીને ટ્રેનનો ડ્રાઇવર અને ગાર્ડ નાસી ગયા હતા.
પટૌડી અને જટૌલી સ્ટેશન વચ્ચે લોકો પાટા પરથી જઇ રહ્યા હતા
અને ટ્રેનના ડ્રાઇવરે હોર્ન વગાડવા છતાં કેટલાક લોકો પાટા પરથી દૂર થયા
નહોતા અને કપાઇ મૂવા હતા. આજે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી એમ ઉત્તર
રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું.
વધુ વિગતોની વાટ જોવાઇ રહી છે.
|