Last Updated:19 ડિસેમ્બર 2011

હુજીના નેતાને છ દિવસની પોલીસ કસ્ટડી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ઢાકા તા.૩ વડા પ્રધાન શેખ હસીના પરના ૨૦૦૪ના બોંબ હુમલાના આરોપી મનાતા શેખ અબ્દુસ સલામને બાંગ્લાદેશની કોર્ટે છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ શેખ પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામીનો સ્થાપક મનાય છે.

ઢાકા પોલીસના સીઆઇડી વિભાગે દસ દિવસના રિમાન્ડની અરજી સાથે શેખને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે સેકંડ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હબીબુર રહેમાન સિદ્દીકીએ આ આદેશ આપ્યો હતો.

સીઆઇડી ઑફિસરોએ કહ્યું હતું કે તેમણે ગઇ કાલે શેખની ધરપકડ કરી હતી.
શેખ હસીના પરના હુમલા અંગે ત્યારના નાયબ ગૃહ પ્રધાન લિત્ફુઝ્ઝમાન બાબરની પૂછપરછ થઇ રહી હતી ત્યારે શેખની ધરપકડ સૂચક મનાય છે.

૨૦૦૪માં અવામી લીગની રેલીને શેખ હસીના સંબોધી રહ્યાં હતાં ત્યારે થયેલા વિસ્ફોટમાં ૨૪ જણ માર્યા ગયા હતા અને ૪૦૦ને ઇજા થઇ હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી