Last Updated:19 ડિસેમ્બર 2011

૧૯૮૪ના હુલ્લડો અંગે પંજાબમાં બંધઃજનજીવન ઠપ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
અમૃતસર-ચંડીગઢ તા.૩ ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે ૧૯૮૪માં થયેલા શીખ વિરોધી તોફાનોનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે એવાં પગલાં લેવામાં કેન્દ્ર સરકારે કશું કર્યું નથી એવું જણાવી વિરોધ વ્યક્ત કરતાં પંજાબની એક ઉદ્દામવાદી સંસ્થાએ આજે ધસારાના સમયે બસો અને ટ્રેનો અટકાવી દઇને હજારો લોકોને રઝળાવી દીધા હતા.

દલ ખાલસા અને બીજી સંસ્થાના કાર્યકરોએ ટ્રેક પર બેસી જઇને શતાબ્દી એક્સપ્રેસ, સચખંડ એક્સપ્રેસ, પશ્ચિમ એક્સપ્રેસ, સુપર ફાસ્ટ દાદર-કઠિયાર એક્સપ્રેસ અને તાતા મૌરી ટ્રેનને અટકાવી દીધી હતી.

અંબાલા ડિવિઝનના સિનિયર ઑફિસરે પીટીઆઇને કહ્યું હતું કે અંબાલા લુધિયાણા મેઇન લાઇન પરની દિલ્હી-અમૃતસર અને દિલ્હી-જમ્મુ વચ્ચેની ઘણી લાંબા અંતરની ટ્રેનોને આ વિરોધ પ્રદર્શનથી અસર થઇ હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી