|
ઇરાનની સરકારને અમેરિકાની માન્યતા |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૩ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ આજે ઇરાનના પ્રમુખ હમીદ કારઝાઇને ફોન કરીને ફરી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા અને આ રીતે કારઝાઇની સરકારને અમેરિકી માન્યતા આપી દીધી હતી.
બંને નેતાઓ વચ્ચે ખરેખર શી વાત થઇ એની વિગતો હજુ ઉપલબ્ધ
નથી પરંતુ એક વાત નક્કી કે ઓબામાએ કારઝાઇને ઇરાનના કાયદેસરના નેતા ગણાવ્યા
હતા અને ઇરાનમાં શાંતિ તેમ જ સુચારુ વહીવટ માટે નજીકના ભવિષ્યમાં બંને
દેશો સાથે મળીને કામ કરશે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા રોબર્ટ ગીબ્સે કહ્યું કે અમેરિકા
કારઝાઇને ઇરાનના કાયદેસરના નેતા ગણે છે કારણ કે બંધારણીય રીતે રચાયેલા
સ્વતંત્ર અફઘાન ચૂંટણી પંચે તેમને ચૂંટાયેલા જાહેર કર્યા હતા. જો કે
ગીબ્સે કહ્યું હતું કે નવી સરકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જેવાં દૂષણોને
ડામીને વિશ્વસનીય વહીવટી તંત્ર આપવું પડશે 'એમાં કોઇ શંકા નથી.'
|