Last Updated:19 ડિસેમ્બર 2011

મોટેથી ગીતો વગાડનારા રિક્શા ડ્રાઇવરને જલાવી દીધો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
વારાણસી તા.૩ પોતાની  રિક્શામાં મોટા અવાજે ટેપ રેકોર્ડર પર ગીતો વગાડનારા એક રિક્શા ડ્રાઇવરને ગુસ્સે થયેલા બે જણે જીવતો જલાવી દેતાં દાઝવા બળવાની ઇજાને કારણે એ મરણ પામ્યો હતો એમ પોલીસે ક્હ્યું હતું.

વારાણસીના બડી પિયારી ધોબિયાના વિસ્તારમાં બાબુ કેસરી (ઉંમર ૨૩  વરસ)ને કિશોરી લાલ ને એના પુત્રે જીવતો જલાવી દીધો હતો. કેસરી આ વિસ્તારમાં રિક્શાની લોનનો હપ્તો ભરવા ગયો હતો. એની રિક્શામાં મોટેથી ગીતો વાગતાં હતાં જે સાંભળીને કિશોરી લાલ ગુસ્સે થયો હતો. આ બાપદીકરાએ પહેલા કેસરીને મારપીટ કરી હતી અને એટલાથી નહીં ધરાતાં પેલાને જલાવી દીધો હતો. કેસરીને ૯૫ ટકા બર્ન ઇન્જરી થઇ હતી અને એ પૂરતી સારવાર મળે એ પહેલાં જ ખપી ગયો હતો.

 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી