Last Updated:19 ડિસેમ્બર 2011

ન્યૂમોનિયા માટે ફાળવાયેલી અડધો અડધ રકમ ભારત-ચીનમાં વપરાય છે છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
યુનાઇટેડ નેશન્સ તા.૩ બાળકોમાં ફેલાતા ન્યૂમોનિયાને નષ્ટ કરવા માટે ફાળવાયેલી ૩૯ અબજ ડૉલરમાંની અડધો અડધ રકમ એકલા ભારત અને ચીનનાં બાળકો પાછળ વપરાશે એમ યુનોના એક અધિકારીએ કહ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા હાથ ધરાયેલા કાર્યક્રમના ભાગ રુપે ગઇ કાલે પ્રથમ ન્યૂમોનિયા વિરોધી દિન ઉજવાયો હતો. ગઇ કાલે યુનોએ એવો સંકલ્પ કર્યો હતો કે ૨૦૧૫ સુધીમાં ૫૦ લાખથી વધુ બાળકોને ન્યૂમોનિયાને કારણે અકાળ મરણ પામતાં બચાવી લેવામાં આવશે. 'ગ્લોબલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઑફ ન્યૂમોનિયા' (જીએપીપી) માટે ફાળવાયેલી કુલ રકમના અડધો અડધ રકમ ચીન (૧૩ અબજ ડૉલર ) અને ભારત (૭ અબજ ડૉલર ) પાછળ ખર્ચાશે એમ યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન વેનેમેને કહ્યું હતું. કુલ ૩૯ અબજ ડૉલર ફાળવવામાં આવ્યા છે જે બ્રેસ્ટ ફિડિંગ, રસી મૂકવી અને સારવાર કરવી જેવા પ્રોગ્રામ પાછળ ખર્ચાવાની ધારણા છે.

 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી