Last Updated:19 ડિસેમ્બર 2011

વઝિરિસ્તાનના હિંસક બનાવોમાં ભારતનો હાથ ઃ સાબિતી હોવાનો પાકિસ્તાનનો દાવો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ઇસ્લામાબાદ તા.૩ પાકિસ્તાનની ધરતી પર અને ખાસ તો બલુચિસ્તાનના બનાવોમાં ભારતનો હાથ હોવાના પુરાવા મળ્યા નથી એવી અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લીન્ટનની સ્પષ્ટતા છતાં પાકિસ્તાને એજ જૂનો આક્ષેપ દોહરાવ્યો હતો કે દક્ષિણ વઝિરિસ્તાનમાં બનેલા હિંસક બનાવોમાં દિલ્હીનો હાથ છે એવા પુરાવા અમારી પાસે છે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન કમર ઝમાં કૈરાએ કહ્યું કે અમારું લશ્કર જ્યાં તાલિબાનો સાથે લડી રહ્યું છે એ દક્ષિણ વઝિરિસ્તાનમાં બનેલા આતંકવાદી હુમલાના બનાવોમાં ભારતનો હાથ હોવાના પુરાવા અમને મળ્યા છે.

આઇએસઆઇના સહ-જનસંપર્ક અધિકારી જનરલ મેજર અખ્તર અબ્બાસ સાથે પત્રકાર પરિષદને સંબોધતાં કૈરાએ કહ્યું અમે ટૂંક સમયમાં આ અંગે દિલ્હી સાથે વાત કરવાના છીએ.

તેમણે એવો દાવો કર્યો હતો કે અમારા લશ્કરે કાનીગુરમ નજીક શેરવાંગી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભારતીય હથિયારો, સાહિત્ય, દવા-દારુ અને બીજી સામગ્રી મેળવી હતી જે પુરવાર કરે છે કે આ વિસ્તારમાં બની રહેલા બનાવોમાં ભારતનો હાથ છે.


 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી