|
ફરી 'વંદે માતરમ' પર પ્રતિબંધ લાદતા મુલ્લાઓ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૩ ભારતનાં રાષ્ટ્રીય ગીતોમાં આદરભર્યું સ્થાન ભોગવતા વંદે માતરમ ગીતને ઇસ્લામવિરોધી ગણાવીને જમાત-એ-ઉલેમા-એ-હિંદે તેના પર પ્રતિબંધ જાહેર કરતો ફતવો બહાર પાડયો હતો.
ફતવામાં જણાવ્યું હતું કે દેશની ધરતીને દુર્ગા માતા તરીકે
સંબોધવામાં આવી છે અને ઇસ્લામમાં બૂતપરસ્તી એટલે કે મૂર્તિપૂજાનો સ્પષ્ટ
વિરોધ છે. આ લોકો એમ પણ માને છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે
નવલકથામાં આ ગીત આવે છે એ આનંદમઠ પણ મુસ્લિમ વિરોધી હતી. જો કે અત્રે યાદ
રહે કે ઘણા મુસ્લિમ આગેવાનોએ અને રાષ્ટ્રીય કક્ષાના મુસ્લિમ નેતાઓએ આ
ગીતને બિરદાવ્યું છે.આ એજ જમાત છે જેણે ટૂંકું સ્કર્ટ પહેરીને ટેનિસ રમતી
સાનિયા મિર્ઝાનો વિરોધ જાહેર કર્યોે હતો.
|