|
ઓસ્ટ્રેલિયન મહિલાએ શાહરૃખ માટે ચંદ્ર પર જમીન ખરીદી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
|
(પીટીઆઈ) નવી દિલ્હી,
વાત ભલે નવાઈ પમાડે તેવી છે પણ બોલીવૂડના અભિનેતા શાહરૃખ ખાન ઉર્ફે 'કિંગ
ખાન'ની એક ઓસ્ટ્રેલીયન ચાહક તેને દર વર્ષે જન્મદિન નિમિત્તે ચંદ્ર પર
જમીનનો એક ટુકડો ભેટ આપે છે. આ મહિલાને કિંગ ખાન મળ્યો છે અને બન્ને વચ્ચે
વર્ષ દરમિયાન પણ ઈમેલ મારફતે સંપર્ક 'જીવંત' રહે છે.
કિંગ ખાનના સંપર્કમાં રહેતી ચાહક દર વર્ષે જમીન ખરીદીને જન્મ દિવસે ભેટ આપે છ
કિંગ ખાને એક અખબારને જણાવ્યું હતું કે ''હા, એક ઓસ્ટ્રેલિયન મહિલા દર વર્ષે મારા જન્મદિને મને ચંદ્ર પર 'એક ટુકડો જમીન' ભેટમાં આપે છે. આ અંગેના પ્રમાણપત્રો પણ મને 'લુનર રીપ્બલિક સોસાયટી' દ્વારા મળ્યા છે.'' શાહરૃખે જણાવ્યું હતું કે તે આ મિત્રને મળ્યો છે અને તેઓ આખું વર્ષ ઈમેલ દ્વારા વાતો કરતાં રહે છે. આ ઓસ્ટ્રેલિયન મહિલા તેને રંગીન અક્ષરોવાળા ઈમેલ કરતી હોવાનું જણાવી ખાને કહ્યું હતું કે વિશ્વભરમાંથી લોકો મને ભરપૂર પ્રેમ આપે છે જે મને આશિર્વાદ સમો લાગે છે.
ચંદ્ર પર ઓનલાઈન જમીન વેંચતી એક કંપનીના જણાવ્યા પ્રમાણે ચંદ્ર પર ૧ એકર (અંદાજે ૪૩,૫૬૦ ચો.ફુટ અથવા તો ૪૦૪૭ ચો.મીટર) જેટલી જમીનની કિંમત ૩૭.૫૦ અમેરિકી ડોલર એટલે કે રૃા. ૧૭૫૮.૭૫ થાય છે અને કિંગખાનનાં નામે અહીં અનેક એકર જમીન છે. ઉલ્લેખનીય છે કે આવી રીતે ચંદ્ર પર જમીન વેંચતી અમેરિકા, યુકે અને રશિયા સ્થિત અનેક કંપનીઓની વેબસાઈટ હાલ 'ધમધમે' છે. જમીનની માલીકી આંતરરાષ્ટ્રીય લુનર લેન્ડસ રજીસ્ટ્રીમાં કાયમી ધોરણે નોંધાય છે અને તેની વિગતો રજીસ્ટ્રીના વાર્ષિક પ્રકાશનમાં પણ પ્રસિદ્ધ થાય છે.
|