Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતની અખંડિતતા પર ખતરો ઃ મોહન ભાગવત છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
(પીટીઆઈ)    જબલપુર,
દેશની રાષ્ટ્રીય એકતા સામે હાલ આંતરિક અને બાહ્ય અનેક તાકાતોનું જોખમ ઉભું થયું હોવાની ચેતવણી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આપી છે.
ભારતની આંતરિક બાબતોમાં ચીનની ડખલગીરી વધી રહી હોવાનો સંઘનો મત

જબલપુર ખાતે ગઈ સાંજે એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે જણાવ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં ચીનનો ચંચુપાત વધી રહ્યો છે જ્યારે પાકિસ્તાન સાથેના વિવાદો ઘણા વર્ષોથી ચાલતા જ આવે છે. તેમણે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારત રશિયા સાથે ઘરોબો કેળવવા માંગતું હતું. ત્યારબાદ તેણે અમેરિકા તરફ મીટ માંડી અને હવે દેશની નજર ચીન તરફ છે.
ભાગવતે જણાવ્યું હતું કે આ તમામ બાબતો કમનસીબ છે અને આપણે સાચા ભારતીય ક્યારે બનીશું તે અંગે મને ઘણું આશ્ચર્ય છે. હાલ દેશની એકતા સામે આતંકવાદ અને નકસલવાદ જેવી તાકાતોનું જોખમ છે. વૈશ્વિકિકરણના કારણે ભારતની તાકાતમાં વધારો કરવામાં મદદ ચોક્કસ મળી હશે પણ સાથે સાથે દેશની ફરતે જોખમોમાં પણ વધારો થઈ રહ્યો છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી