Last Updated:19 ડિસેમ્બર 2011

જયપુરમાં IOCની બે ટેન્કમાં આગ હજુ કાબુમાં આવી નથી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
(પી.ટી.આઈ.)    જયપુર,
જયપુરની બહાર આઈઓસીના ૧૧ ટેંકરોમાં લાગેલી આગમાંથી હજુ પણ બે ટેન્કરોમાં આગ બુઝાઇ શકી નથી. બીજી બાજુ અહીં કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવતા ઘટનાનો મૃત્યુ આંક ૧૨ થયો છે. દરમિયાન આ સમગ્ર વિસ્તારમાં રોડ અને રેલવે વાહનવ્યવહાર પણ ખોરંભાયેલો છે.

ડેપોની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને આંખોમાં બળતરા, ચામડીની એલજી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયપુરથી ૨૦ કિ.મી. દૂર સિતાપુર ખાતે આવેલા આ ઓઈલ ડેપોમાં આગ લાગવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની સ્થિતિ દયાજનક થઈ ગઈ છે. ધુમાડાના કારણે અનેક લોકો ખંજવાળ, આંખમાં બળતરા, ગુંગળામણ અને ચામડી પર ચેપ સહિતની તકલીફોની ફરિયાદ કરી રહ્યા છે. અગ્નિશામક દળના મુખ્ય અધિકારી ઇશ્વરલાલ જાટે જણાવ્યું હતું કે આ બંને પેટ્રોલ ટેંકમાંની આગ ઘણીખરી ઘટી ગઈ છે પણ તેને સંપૂર્ણપણે બુઝાતા હજુ પણ એકાદ દિવસ લાગી જશે.

ગઇ રાત્રે દબાણના કારણે ટેંકના પાયા તૂટી જતાં ટેંકો ધરાશાયી થઇ ગઈ હતી અને તેના કારણે મોટો વિસ્ફોટ પણ થયો હતો. આ કાટમાળમાં કોઈ મૃતદેહ છે કે કેમ તેની બચાવ ટુકડી દ્વારા તપાસ ચાલી રહી છે. દરમિયાન આગના પહેલા દિવસે જ ગંભીર રીતે દાઝી જતા દવાખાને દાખલ કરાયેલો આઈઓસીનો ડ્રાઈવર ગઇરાત્રે મૃત્યુ પામ્યો છે અને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જયપુરના જીલ્લા કલેકટર કુલદીપ રાંકાએ જણાવ્યું હતું કે આગના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવવા અને ફયૂલ કંપનીઓની આસપાસ ભવિષ્યનાં સંભવીત જોખમને શોધી કાઢવા માટે એક ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી છે. આ વિસ્તારમાંથી પસાર થતા રોડ અને રેલવે લાઇન પર હજુ સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે શરૃ થઈ શકયો નથી અને વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવ્યા છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી