Last Updated:19 ડિસેમ્બર 2011

સંક્ષિપ્ત સમાચાર છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
IOCના ડીપોમાં આગ અંગે ૬૦ દિવસમાં અહેવાલ

(પીટીઆઈ)    જયપુર,
જયપુર ખાતે ઇન્ડિયન ઓઇલ ડીપોમાં લાગેલી ભીષણ આગ અંગે ૭ નિષ્ણાતોની કમિટિએ તપાસ શરૃ કરી હતી અને તે પોતાના અહેવાલ ૬૦ દિવસમાં પેટ્રોલિયમ મંત્રાલયને રજુ કરશે. તમામ સમિતિના વડા એમ.બી.લાલે આજે જણાવ્યું હતું કે તેમણે તપાસ શરૃ કરી છે અને ઘટના સ્થળની મુલાકાત લઇ સંબંધિત વ્યક્તિઓ સાથે વાતચીત કરી ૬૦ દિવસમાં અહેવાલ આપશે. આઈઓસીની પાઈપલાઈનનો વાલ્વ લીક થઇ ગયો હતો અને તે અંગે ઝડપી પગલાં લેવાયા નહોતા તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં લોલ જણાવ્યું હતું કે તે ચિંતાનો વિષય છે પરંતુ સાચી વાત તપાસ કર્યા બાદ જ જાણવા મળશે.
ઉ.પ્રદેશની પેટા ચૂંટણીમાં રાહુલ ગાંધી પ્રચાર કરશે

(પીટીઆઈ)    લખનૌ,
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલા વિજયથી પ્રોત્સાહિત થઇ તે કોંગ્રેસે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પ્રચાર કરવા ઉતારવાનું નક્કી કર્યું હતું. રાહુલ ગાંધીએ માત્ર ફિરોઝાબાદમાં રાજ બબ્બરના સમર્થનમાં સમાજવાદી નેતા મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ સામે પ્રચાર કાર્યમાં પછડાટ ખાધી હતી અને મુલાયમ સિંહે આ પ્રચારની ટીકા કરી હતી. કોંગ્રેસે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશને મહત્ત્વનું રાજ્ય ગણે છે એટલે ઉચ્ચ કક્ષાના નેતાઓને પ્રચાર કરવા મોકલે છે.


 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી