Last Updated:19 December 2011

આગામી આઠેક મહિના સુધી પાકિસ્તાન સામે ભારત રમે તેવી શક્યતા નથી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
તટસ્થ કેન્દ્ર પર રમવાની પાક.ની ઓફર પણ ભારતે ઠુકરાવી

મોહાલી,
ભારતીય ક્રિકેટ બોર્ડના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કહ્યુ હતું કે ભારત પાકિસ્તાન જોડે કમ સે કમ છ-આઠ મહિના સુધી તો ફરી ક્રિકેટ રમે તેમ લાગતું નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન એજાઝ બટ્ટ આજે મોહાલીમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ શશાંક મનોહરને મળ્યા હતા. શુક્લાએ કહ્યું હતું કે અમે બટ્ટને જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમનું આગામી મહિનાઓનું ક્રિકેટ કેલેન્ડર અતિ વ્યસ્ત હોઈ પાકિસ્તાન સામેની શ્રેણી ગોઠવવી છ-આઠ મહિના સુધી તો શક્ય નથી.

ભારત સરકારની પરવાનગી હશે તો જ રમીશું ઃ બીસીસીઆઈ

બટ્ટને સમજાવવામાં આવ્યું હતું કે ભારત હાલ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી રમે છે. તે પછી ભારત શ્રીલંકા સામે ટેસ્ટ અને વનડે શ્રેણી ઘરઆંગણે રમવાનું છે. ડીસેમ્બર-જાન્યુઆરીમાં ભારત સાઉથ આફ્રિકા સામે રમશે.
તે પછી આઈપીએલ, વર્લ્ડકપ ટ્વેન્ટી-૨૦ એમ ભારત મે-૨૦૧૦ સુધી અતિ વ્યસ્ત ક્રિકેટ રમવાનું છે.
બટ્ટ પાસે પણ ભારતીય ટીમની આ વ્યસ્તતા સ્વીકારવા સીવાય કોઈ છુટકો નહોતો.

મીટિંગ બાદ એવું નક્કી થયું હતું કે બંને ક્રિકેટ બોર્ડના અધિકારીઆ ે ફરી આઠ મહિના પછી મળશે. તે વખતે જે સંજોગો હશે તેને નજરમાં રાખીને ક્રિકેટ સંબંધો અંગે નિર્ણય લેવાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે વ્યુહાત્મક રીતે બટ્ટને એમ પણ જણાવ્યું હતું કે આપણે આશા રાખીએે કે ભારત સરકાર પણ અમને તમારી જોડે ક્રિકેટ રમવાની પરવાનગી આપે તેવા આપણા બંને દેશો વચ્ચેના સંબંધો પ્રવર્તતા હોય. એજાઝ બટ્ટે વર્ષ ૨૦૧૦ના પ્રારંભે ભારત-પાકિસ્તાન વચ્ચે શ્રેણી રમાય તેવો પ્રસ્તાવ મુક્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્કાર કરતા પાકિસ્તાન બોર્ડે તટસ્થ કેન્દ્ર પર શ્રેણી યોજવાની ઓફર મુકી હતી. જેને પણ ભારતીય ક્રિકેટ બોર્ડે ઠુકરાવી હતી. ગયા વર્ષે માર્ચમાં લાહોરમાં શ્રીલંકન ખેલાડીઓ પર આતંકવાદી હુમલો થતા પાકિસ્તાનમાં શ્રેણી રમવા હાલ કોઈ તૈયાર નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નાણાકિય સ્થિતિ આ કારણે નાદાર જેવી થઈ ગઈ છે. પાકિસ્તાન નવેમ્બરના અંતમાં ન્યુઝીલેન્ડમાં અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટની શ્રેણી ઇગ્લેન્ડમાં આવતા વર્ષે રમવાનું છે.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી