Last Updated:19 ડિસેમ્બર 2011

પોન્ટીંગની બડાશ ઃ કેપ્ટન તરીકે મેં ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
ચાહકો સફળ કેપ્ટન તરીકે યાદ રાખે તેવી આશા

સિડની,
 ભારત સામે આબરૃ જાળવવા સંઘર્ષ કરી રહેલો કેપ્ટન પોન્ટીંગે તેની ટેસ્ટ કેપ્ટન્સી અંગે અહી બડાશ મારતા કહ્યુ કે, કેપ્ટન તરીકે મેં ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. જે અગાઉ કોઇ મેળવી શક્યુ નથી. મને આશા છે કે ચાહકો મારી નિષ્ફળતાઓને ભૂલીને મને એક સફળ કેપ્ટન તરીકે યાદ રાખશે.
ઓસ્ટ્રેલિયા પોન્ટીંગની કેપ્ટન્સી હેઠળ ૩૯ ટેસ્ટ જીત્યુ છે

પોન્ટીંગે ઇંગ્લેન્ડની ધરતી પર સતત બે એશિઝ ગુમાવી હતી.તેની સાથે ઓસ્ટ્રેલિયાએ અગાઉ પોન્ટીંગની કેપ્ટન્સી હેઠળ એશિઝમાં ઇંગ્લેન્ડને ૫-૦થી વ્હાઇટવોશ કરવાની અનોખી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી.  પોન્ટીંગે કહ્યુ કે, મને ખબર છે કે મારી કેપ્ટન્સી હેઠળ ઓસ્ટ્રેલિયા બે વખત એશિઝ હાર્યુ છે પણ મેં કેપ્ટન તરીકે અન્ય પણ કેટલીક યાદગાર સિદ્ધિઓ મેળવી હતી. જે ક્રિકેટના ઇતિહાસમાં અગાઉ કોઇ મેળવી શક્યુ નહતુ.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને એવી આશા વ્યક્ત કરી કે, ચાહકો તેની નિષ્ફળતાઓને બદલે એક સફળ કેપ્ટન તરીકે યાદ રાખે. પોતાની સિદ્ધિઓ ગણાવતા પોન્ટીંગે કહ્યુ કે, અમ સતત બે વર્લ્ડ કપ એક પણ મેચ ગુમાવ્યા વિના જીત્યા હતા. અમે સતત ૧૬ ટેસ્ટ વિજયની અનોખી સિદ્ધિ મેળવી હતી. અમે ઘરઆંગણે છેલ્લે જ્યારે એશિઝ રમાઇ ત્યારે તેમને વ્હાઇટવોશ કર્યો હતો. આ બધી સિદ્ધિઓ ભૂતકાળમાં કોઇ મેળવી શક્યુ નથી. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઇતિહાસમાં પોન્ટીંગનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ નોંધપાત્ર છે. તેની કેપ્ટન્સી હેઠળ ઓસ્ટ્રેલિયા ૩૯ ટેસ્ટ જીતી ચુક્યુ છે જ્યારે ૧૧માં તેમને પરાજય સહન કરવો પડયો છે. અલબત્ત, પોન્ટીંગ સ્ટીવ વો કરતાં પાછળ છે. વોની કેપ્ટન્સી હેઠળ ઓસ્ટ્રેલિયા ૪૧ ટેસ્ટ જીત્યુ હતુ અને માત્ર નવ જ હાર્યુ હતુ.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી