Last Updated:19 ડિસેમ્બર 2011

અગાસીના ડ્રગ સેવન વિવાદમાં એટીપીના વલણની ઉગ્ર ટીકા કરી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
ફેડરર અને નડાલે આઘાતની લાગણી વ્યક્ત કરી

લંડન,
અમેરિકાના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અગાસીના પોઝિટીવ ડ્રગ ટેસ્ટ વિવાદમાં મેન્સ પ્રોફેશનલ ટેનિસની સર્વોચ્ચ સંસ્થા એટીપીના વલણની ટેનિસના ટોચના ખેલાડીઓએ ઉગ્ર ટીકા કરી છે. અગાસીએ લખ્યુ છે કે, તેને પ્રતિબંધિત ડ્રગની આદત હતી અને જ્યારે તે ડ્રગ ટેસ્ટમાં પકડાયો ત્યારે તે ખોટુ બોલીને છુટી ગયો હતો. એટીપીએ પણ અગાસી પર વિશ્વાસ રાખી કોઇ પગલા લીધા નહતા. વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર ફેડરર અને નડાલે અગાસીની આ પ્રકારની કબુલાત બાદ ભારે આશ્ચર્ય અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

ફેડરરે કહ્યુ કે, અગાસીના ડ્રગ સેવન વિવાદ વિશે જ્યારે મેં સાંભળ્યુ ત્યારે મને આઘાત લાગ્યો હતો. હું ખુબ જ નિરાશ થયો છું અને આશા રાખી રહ્યો છું કે ભવિષ્યમાં આવા કેસ ન બને. સ્પેનિશ સ્ટાર નડાલે પણ કહ્યુ છે કે, એટીપીએ અગાસીના મામલે જે પ્રકારનું વલણ અપનાવ્યુ તે હાલના અને ડોપિંગમાં પકડાયેલા અન્ય ખેલાડીઓ સાથે એક પ્રકારે અન્યાય કહેવાય. જો એટીપી એકને બચાવવાનું અને બીજાને સજા કરવાની નિતી અપનાવશે તો બધાની નજરમાંથી ઉતરી જશે. અગાસીએ તેની નવી આત્મકથામાં લખ્યુ હતુ કે, કારકિર્દીના એક તબક્કે તેને પ્રતિબંધિત ડ્રગના સેવનની આદત પડી ગઈ હતી. તનો ડ્રગ ટેસ્ટ એક વખત પોઝિટીવ આવ્યો હતો. જો કે તે ખુલાસામાં ખોટુ બોલ્યો હતો.  અધિકારીઓને તેણે જણાવ્યુ હતુ કે, તણેે ભુલમાં પ્રતિબંધિત ડ્રગનું સેવન કર્યુ હતુ. એટીપીએ પણ આશ્ચર્યજનક રીતે તેની દલીલને માન્ય રાખી કોઇ તપાસ હાથ ધરી નહતી અને તેને ક્લીનચિટ આપી દીધી હતી.

ફેડરરે કહ્યુ કે, અગાસીએ ટેનિસમા એક ખેલાડી તરીકે અને એક વ્યક્તિ તરીકે ઘણું મહત્વનું પ્રદાન આપ્યુ છે. તે આજે બાળકોની મદદ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જો કે તેની આ પ્રકારની કબુલાતથી મને આંચકો લાગ્યો છે. ટેનિસના લેજન્ડ ખેલાડીઓએ પણ અગાસીની આ પ્રકારની કબુલાત પર આશ્ચર્ય અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી. જર્મનીના ભૂતપૂર્વ સુપર સ્ટાર બોરિસ બેકર અને અમેરિકાની લેજન્ડ ખેલાડી નવરાતીલોવાએ પણ અગાસીની વિવાદીત જાહેરાત અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી