|
ફોર્ડ મોટરે ૧૦૦ કરોડ ડોલરની ચોખ્ખી આવક નોંધાવતા યુ.એસ., યુરોપના શેરબજારોમાં મંદી અટકી |
|
|
|
શેરબજાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
યુ.એસ. શેરબજારોમાં ફ્યુચર્સમાં વધ્યા ઃ ચીનમાં મજબૂત મેન્યુ. આંકડાએ તેજી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ,
ગુરૃનાનક જયંતી નિમિત્તે આજે ભારતીય શેરબજારોમાં ટ્રેડીંગ બંધ રહ્યા સામે વૈશ્વિક શેરબજારોમાં એશીયામાં નરમાઇ આગળ વધી હતી. જ્યારે યુરોપના શેરબજારોમાં એક તરફ લંડન, જર્મની, ફ્રાંસના બજારોમાં રિકવરી હતી. ચીનમાં ૧૮ મહિનામાં સૌથી ઊંચી ઔદ્યોગિક વૃધ્ધિ ઓકટોબરમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કરેલી પ્રોત્સાહક કામગીરીએ સાંઘાઇ શેરબજારમાં ઝડપી ઉછાળા છતાં જાપાનના યેનની મજબૂતી અને કોમોડિટીઝના ઘટતા ભાવ સાથે કેનની નબળી કામગીરી અને નિકાસકારોને યેનની મજબૂતીના ફટકાએ અને વેતનમાં સતત ૧૬માં મહિને ઘટાડાએ ટોક્યો શેરબજાર સાથે હોંગકોંગ સહિતમાં નરમાઇ જોવાઇ હતી. અલબત યુ.એસ.ની એકમાત્ર નાદારીથી બચેલી ઓટો જાયન્ટ ફોર્ડ મોટર કંપનીએ ત્રીજા ત્રિમાસિકમાં ૯૯.૭૦ કરોડ ડોલરની ચોખ્ખી આવક નોંધાવી વર્ષ ૨૦૦૮ બાદથી અત્યારસુધીમાં પ્રથમ વખત ઓપરેટીંગ નફો હાંસલ કરતા પોઝિટીવ અસરે તેમજ યુ.એસ.ના મેન્યુફેકચરીંગ આંકડા જાહેર થતાં પૂર્વે યુ.એસ.ના શેરબજારોમાં ફ્યુચર્સમાં સુધારો નોંધાયો હતો. ફોર્ડ મોટર સાથે અલકોઆ અને જીઇના શેરોના ભાવમાં સુધારાએ યુ.એસ. સ્ટોક ફ્યુચર્સમાં તેજી જોવાઇ હતી. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ યુ.એસ.ની આર્થિક વૃધ્ધિ માટે પ્રોત્સાહક નિવેદનની પણ આજે પોઝિટીવ અસર જોવાઇ હતી.
જાપાનનો યેન મજબૂત થતાં, કેનનની નબળી કામગીરીએ નિક્કી ૨૪૨ પોઇન્ટ તૂટયો
એશીયાના અન્ય દેશોના બજારોમાં આજે જાપાનના યેનની ડોલર સામે મજબૂતીએ નિકાસકાર કંપનીઓને ફટકો પડવાના અંદાજો તેમજ કેનનની નબળી કામગીરીએ ટોક્યો શેરબજારનો નક્કી ઇન્ડેક્ષ ૨૩૧.૭૯ પોઇન્ટ ઘટીને ૯૮૦૨.૯૫ મથાળે રહ્યો હતો. જ્યારે હોંગકોંગ શેરબજારનો હેંગસેંગ ઇન્ડેક્ષ ૧૩૨.૬૮ પોઇન્ટ ઘટીને ૨૧૬૨૦.૧૯ મથળે રહ્યો હતો.
ચીનમાં ૧૮ મહિનામાં ઓકટોબરમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સૌથી વધુ વૃધ્ધિ ઃ સાંઘાઇ ૮૧ પોઇન્ટ ઉછળ્યો
ચીનમાં ૧૮ મહિનામાં ઓકટોબરમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સૌથી ઊંચી વૃધ્ધિના એચએસબીસી પીએમઆઇના આંકડાએ એક તરફ સ્ટીન્યુલસ પેકેજો આગામી મહિનાઓમાં પાછા ખેંચાવાની ધારણા છતાં વૈશ્વિક ઔદ્યોગિક-આર્થિક વૃધ્ધિ માટે ચીનનું મહત્વ સૌથી વધુ હોઇ સાંઘાઇ શેરબજારમાં તેજીએ સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્ષ ૮૦.૮૦ પોઇન્ટ ઉછળીને ૩૦૭૬.૬૫ રહ્યો હતો. તાઇવાન વેઇટેજ ૪.૯૦ પોઇન્ટ ઘટીને ૭૩૩૫.૧૮, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્ષ ૨૧.૬૦ પોઇન્ટ ઘટીને ૧૫૫૯.૦૯, સિંગાપુરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૫.૭૦ પોઇન્ટ ઘટીને ૨૬૪૫.૪૩ રહ્યા હતા.
ફોર્ડ મોટરની ૧૦૦ કરોડ ડોલરની ચોખ્ખી આવકે યુ.એસ.યુરોપના બજારોમાં મંદી અટકી
યુરોપના શેરબજારોમાં આજે યુ.કે.માં અછતથી હોમ ભાવમાં ત્રીજા મહિને વૃધ્ધિ સાથે યુ.એસ.ની ફોર્ડના પ્રોત્સાહક આંકડાએ રિકવરીના આશાવાદે શેરોમાં મંદી અટકી લેવાલી નીકળી હતી. યુ.એસ.ની ફોર્ડ મોટરે ૯૯.૭૦ કરોડની ચોખ્ખી આવક નોંધાવી વર્ષ ૨૦૧૧ અત્યંત મજબૂત નફાકારક નીવડવાની આગાહી કરતા યુ.એશ. ફ્યુચર્સ સાથે યુરોપનાં શેરબજારોમાં મજબૂતી જોવાઇ હતી. સાંજે સ્થાનિક સમય ૬.૩૦ વાગ્યે લંડનનો ફુત્સી ઇન્ડેક્ષ ૩૧ પોઇન્ટ વધીને ૫૦૭૫, જર્મનીનો ડેક્ષ ઇન્ડેક્ષ ૫ પોઇન્ટ વધીને ૫૪૨૦, ફ્રાંસનો કેક ૪૦ ઇન્ડેક્ષ ૧૯ પોઇન્ટ વધીને ૩૬૨૬ રહ્યા હતા.
|