|
આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દેનાર બહાદૂર યુવતી રુખસાનાને પોલીસ વિભાગમાં નોકરી |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
સોમવાર, 02 નવેમ્બર 2009 |
|
રાજૌરી (એજન્સી)
લશ્કર-એ-તૈયબાનાં ખૂંખાર આતંકવાદીને યમસદન પહોંચાડનાર બહાદૂર યુવતી
રુખસાના કૌસરને જમ્મુ-કાશ્મીર પોલીસે વિશેષ પોલીસ અધિકારીનાં પદે નિયુક્ત
કરી છે. રુખસાના સાથે તેના ભાઈ અને કાકાને પણ સ્પેશિયલ પોલીસ ઓફિસરનો
દરજ્જો આપવામાં આવ્યો છે.
આ સંદર્ભે રાજૌરીનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક શફ્કત વટ્ટાલીએ માહિતી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લાની બહાદૂર યુવતી રુખસાનાને એસપીઓ પદ પર નિયુક્ત કરવામાં આવી છે. તેણે 27મી સપ્ટેમ્બરનાં રોજ એક પાકિસ્તાની આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રુખસાનાને દિલ્હીમાં આયોજીત એક સમારોહમાં સમ્માનીત કરવામાં આવનાર છે. તાજેતરમાં તેના આતંકવાદીઓએ પોતાના સાથીદારનાં મોતને બદલો વાળવા માટે રુખસાનાનાં ઘર ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો.
|