Last Updated:19 ડિસેમ્બર 2011

આઈઓસીની આગથી ગુલાબી નગરી જયપુરનાં લોકોનાં સ્વાસ્થયને ખતરો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
જયપુર (એજન્સી)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનાં સીતાપુરા ટર્મિનલમાં લાગેલી ભિષણ આગ પાછલા પાંચ-પાંચ દિવસથી બેકાબુ થઈને નિરંતર ભભૂકી રહી છે. આગને કારણે નીકળી રહેલા ઝેરી ધૂમાડાએ ગુલાબી નગરી જયપુરનાં લાખો રહેવાસીઓનાં સ્વાસ્થય સામે ખતરો ઉભો કર્યો છે. આ ધૂમાડાને કારણે જયપુર તથા આસપાસનાં વિસ્તારનાં લોકોને શ્વાસ લેવાની તકલીફ ઉભી થઈ રહી છે.
આઈઓસીમાં લાગેલી આગને કારણે સીતાપુરા તથા જયપુરનાં હજારો લોકોને સુરક્ષાનાં કારણોસર સલામત સ્થળે ખસેડાયા છે. આગને કારણે અત્યાર સુધી અબજો રૂપિયાનું નુકસાન થવાની વકી છે. જોકે, હજી સુધી આગ ઉફર સંપૂર્ણ રીતે કાબુ મેળવી શકાયો નથી. બીજી તરફ આગને કારણે એક નવી સમસ્યા ઉભી થઈ છે. આ સમસ્યા આગનાં લીધે વાતાવરણમાં ભળી રહેલા ઝેરી ધૂમાડાને કારણે ઉપસ્થિત થઈ છે. આ ઝેરી ધૂમાડાને લીધે જયપુર તથા આસપાસનાં નગરોનાં લોકોને સ્વાસ્થય સંબંધીત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સીતાપુરા નજીક રહેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી