Last Updated:19 ડિસેમ્બર 2011

નક્સલવાદ સામે લડવા માટે સેનાને મેદાને નહીં ઉતારાય-રક્ષામંત્રી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
તિરુવનંતપૂરમ (એજન્સી)
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, છત્તિસગઢ અને ઝારખંડમાં ફેલાયેલા નક્સલવાદનાં આતંકને ડામવામાં ભારતીય સેનાનો ઉપયોગ કરવામાં નહીં આવે તેવી ઘોષણા દેશનાં રક્ષામંત્રી એ કે એન્ટોનીએ કરી હતી. રક્ષામંત્રીએ જણાવ્યુ હતુ કે, નક્સલવાદ સામે સૈનિક કાર્યવાહીની યોજના હજી સુધી કેન્દ્ર સરકારે બનાવી નથી.
દેશનાં વિવિધ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની જવાબદારી રાજ્ય સરકારોની હોય છે. જો, રાજ્ય સરકાર કોઈ મદદની માગણી કરે તો કેન્દ્ર સરકાર તેના માટે હંમેશા તૈયાર રહે છે. દેશનાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોમાં કેન્દ્ર સરકાર અર્ધસૈનિક દળોની મદદ મોકલી શકે છે. પરંતુ, નક્સલવાદ સામે સૈનિક કાર્યવાહી અંતિમ વિકલ્પ છે. આ વિકલ્પનો ઉપયોગ કરતાં પહેલા તેને સ્થાનીક સુરક્ષા દળોથી ડામવાનાં પ્રયત્નો હાથ ધરાશે અને જરૂર પડ્યે અર્ધસૈનિક દળોની મદદ લેવાશે. પરંતુ, નક્સલવાદીઓને કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની છૂટ કદાપી આપવામાં નહીં આવે તેવું તેમણે વધુમાં જણાવ્યુ હતુ.  

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી