Last Updated:19 December 2011

પોલીસને થાપ આપીને ક્રિકેટરો ફરવા નીકળ્યા છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009

(પી.ટી.આઇ.) ચંડીગઢ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓફ્ફ સ્પીનર હરભજન સિંહે પોલીસને જણાવ્યા વિના હૉટલની બહાર સરકી જઇને ચંડીગઢ પોલીસને થોડી વાર માટે ચિંતામાં નાખી દીધી હતી.

એ જ રીતે સુરક્ષા વ્યવસ્થાની ઑફર ઠુકરાવીને યુવરાજ સિંહ પણ ગઇ રાત્રે હૉટલની બહાર નીકળી ગયો હતો. પોલીસે કહ્યંુ હતું કે આ ક્રિકેટર્સની 'બેજવાબદાર વર્તણૂક' અમને ગમી નથી અને પોલીસે ક્રિકટેર્સની આવી બેદરકારીનો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. યુવરાજ તો ચંડીગઢનો જ છે અને એ હરિયાણાની હંગામી રજિસ્ટ્રેશન પ્લેટ ધરાવતી એક ઑડી કારમાં બહાર ગયો હતો અને થોડા કલાકો પછી પાછો ફર્યો હતો.
 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી