|
મણીપુરમાં એક આતંકવાદી ઠાર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
|
(પી.ટી.આઇ.) ઇમ્ફાલ
મણીપુરના ચાંદેલ જિલ્લાના લાઇટેન ગામમાં આજે ૨૯ આસામ રાયફલ્સના જવાનો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો એમ સત્તાવાર વર્તુળે કહ્યું હતું.
ગામમાં પેટ્રોલિંગ કરતા જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર શરૃ
કર્યો હતો જેનો જવાબ સિક્યોરિટી દળોએ આપ્યો હતો. આ અથડામણમાં એક આતંકવાદી
ઠાર થયો હતો. સિક્યોરિટી દળોએ એની પાસેથી એક એમ-૨૦ પિસ્તોલ અને ત્રણ
કારતૂસ અને એખ ચીની હાથબોંબ કબજે કર્યોે હતો. એક પાવરફૂલ હાથબોંબ
ઇરિલબંગનાં જંગલ વિસ્તારમાં મળી આવ્યો હતો જે પાછળથી ડિફ્યૂઝ કરવામાં
આવ્યો હતો એમ પણ આ અધિકારીએ કહ્યું હતું.
|