Last Updated:19 ડિસેમ્બર 2011

ઓઇલ ડેપોની આગ હજુ બુઝાઇ નથી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009

(પી.ટી. આઇ.) જયપુર
જયપુરના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપોમાં ૧૧ ફ્યૂઅલ ટેન્કરમાં લાગેલી આગ આજે ચાર દિવસ પછી પણ બુઝાઇ નથી અને આજે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવતાં મરણનો આંક ૧૨નો થયો હતો અને આજે એક રાહત કાર્યકરને ઇજા થઇ હતી.

જયપુરથી ૨૦ કિલોમીટર દૂર સીતાપુરા વિસ્તારમાં ઓઇલ ડેપોની નજીક રહેતા ઓછામાં ઓછા ૫૦ રહેવાસીઓને નાનીમોટી ઇજા થઇ હતી અને એ બધાં નજીકની હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ બધાંએ શરીર પર ખંજવાળની, આંખો બળવાની, ગૂંગળામણની અને ત્વચા વિકારની ફરિયાદો કરી હતી.

ચીફ ફાયર ઑફિસર ઇશ્વરલાલ જાટે કહ્યું હતું કે હવે ફક્ત બે ટેન્કરમાં આગ બાકી રહી છે જે પૂરેપૂરી બુઝાતાં હજુ એકાદ દિવસ લાગે એવી શક્યતા છે.ગઇ કાલે રાતે વધુ પડતી ગરમી અને પ્રેસરને કારણે એક ટેન્કરમાં ભારે ધડાકો થયો હતો અને ટેન્કરના ટુકડે ટુકડા થઇ ગયા હતા.

રાહત ટુકડીના માણસો કાટમાળની આસપાસ તપાસ કરી રહ્યા છે કે હજુ તેમાં કોઇ મૃતદેહ રહ્યા છે કે નહીં.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી