Last Updated:19 ડિસેમ્બર 2011

કશ્મીરી વીરાંગના રુખ્સાનાને પોલીસ અફસર બનાવવામાં આવી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009

(પી.ટી.આઇ.)

જમ્મુ તા.૨ બળજબરીથી પોતાના ઘરમાં ઘુસવા માગતા લશ્કરે તૈબાના આતંકવાદીને ઠાર કરનારી કશ્મીરી વીરાંગના રુખ્સાના, તેના ભાઇ તથી તેના કાકાને કશ્મીરી પોલીસના સ્પેશિયલ પોલીસ અફસર તરીકે નીમવામાં આવ્યા હતાં.

સપ્ટેંબરની ૨૭મીએ લશ્કરે તૈબાના એક રીઢા આતંકવાદીને ઠાર કર્યો અને બીજા એકને ઇજા પહોંચાડી તેના એક મહિના પછી રુખ્સાનાની નિમણૂકની જાહેરાત આવી પડી હતી.  નિમણૂક આવી પડી હતી. રાજુરીના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ શફાકત વત્તાલીએ પી ટી આઇને કહ્યું કે રુખ્સાના, તેનો ભાઇ ઐઝાઝ અને તેને કાકા વકાલત હુસૈનને સ્પેશિયલ પોલીસ ઑફિસર બનાવવામાં આવ્યાં હતાં. તેઓ પોતાની ફરજ સરસ રીતે બજાવી રહ્યાં છે.

રુખ્સાનાને સલામતીનાં કારણોસર દિલ્હી ખસેડવામાં આવી રહી હોવાના મિડિયા રિપોર્ટને તેમણે ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે એમ એસ બીટ્ટાએ સ્થાપેલા આતંકવાદ વિરોધી મંચના એવોર્ડ સમારંભમાં સામેલ થવા રુખ્સાના દિલ્હી ગઇ છે. અગાઉ આ સમારંભ પૂણેમાં થવાનો હતો પરંતુ સ્વાઇન ફ્લૂના ચેપને કારણે હવે દિલ્હીમાં યોજાઇ રહ્યો છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી