Last Updated:19 ડિસેમ્બર 2011

ભારતથી આવેલા શીખ યાત્રાળુઓ માટે કડક સલામતી બંદોબસ્ત છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009

(પી.ટી.આઇ.)

લાહોર તા.૨ શીખ ગુરુ નાનક સાહેબની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારતથી આવેલા ૧૫૦૦ જેટલા શીખ યાત્રાળુઓની સલામતી માટે પાકિસ્તાનની સરકારે ખાસ પગલાં લીધાં હતાં.

 

આજથી ગુરુ નાનકના જન્મસ્થળ નાનકાના સાહિબમાં શરૃ થનારી ઉજવણીને ધ્યાનમાં રાખીને ફૂલ પ્રૂફ બંદોબસ્ત કર્યો હોવાનું જિલ્લાના પોલીસ વડા મશરુર અહમદ કાલાચીએ કહ્યું હતું. ત્રણ દિવસની ઉજવણી પ્રસંગે કોઇ પણ અનિચ્છનીય બનાવ બને તો પહોંચી વળવા અન્ય  જિલ્લામાંથી વધુ કુમક મંગાવવામાં આવી હતી. નાનકાના સાહિબ તરફ જતા તમામ માર્ગો પર ખાસ પોલીસ પિકેટ ઊભી કરવામાં આવી હતી. દરેક ગુરુદ્વારાના પ્રવેશ દ્વાર પર મેટલ ડિટેક્ટર અને બીજી વ્યવસ્થા કરવામાં આવી હતી.

છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાનમાં ઠેર ઠેર આતંકવાદી હુમલા થતા રહ્યા છે. પોલીસ વડાએ ક્હ્યું કે ગુરુદ્વારા જન્મસ્થાન ને બીજા છ મહત્ત્વના ગુરુદ્વારા પર એક હજારથી વધુ કોન્સ્ટેબલ અને ૨૦૦ જેટલા ઑફિસરને કામે લગાડયા હતા.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી