Last Updated:19 ડિસેમ્બર 2011

પાકિસ્તાને હકીમુલ્લાહ મહેસૂદના માથા પર ૫૦ લાખ ડૉલરનું ઇનામ જાહેર કર્યું છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009

(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ

તાલિબાનના વડા હકીમુલ્લાહ મહેસૂદ અને તેના ૧૯ સાથીઓની જીવતાં કે મૂવા ધરપકડ થઇ શકે એવી માહિતી આપનારને ૫૦ લાખ અમેરિકી ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું.

રવિવારે રાત્રે ટીવી ન્યૂઝ ચેનલ પર આ જાહેરાત વારંવાર રજૂ થઇ હતી અને 'ધ ડેલી ટાઇમ્સ' અખબારે આ જાહેરાત પણ પ્રગટ કરી હતી જેમાં આ ઇનામની વિગત પ્રગટ કરવામાં આવી હતી. મહેસૂદ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનનો વડેા છે અને જેમનાં નામ આ ઇનામ સાથે પ્રગટ થયાં છે એ બધા આ તાલિબાન જૂથના હોદ્દેદારો છે. બૈતુલ્લાહ મહેસૂદના મરણ પછી હકીમુલ્લાહે તાલિબાનના વડા તરીકેની જવાબદારી અદા કરી હતી અને છેલ્લા થોડા સપ્તાહોમાં આ જૂથે પાકિસ્તાનમાં ગંભીર આતંકવાદી હુમલા કર્યા હતા અને સારી એવી ખુવારી સર્જી હતી.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી