|
શ્રમ અને નાણાં ક્ષેત્રે સુધારા આગળ ધપાવાશે ઃ વડાપ્રધાન |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 ઓક્ટોબર 2009 |
(પીટીઆઇ) નવી દિલ્હી,
વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે આજે જણાવ્યું હતું કે શ્રમ અને નાણાં ક્ષેત્રે સુધારાઓ આગળ ધપાવવા તેમની સરકાર કટિબધ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્ર ૯-૧૦ ટકાના દરે વિસ્તરે એ માટે ગ્રામિણ ક્ષત્રમાં રોકાણ વધારીને તેને વાસ્તવિક ગ્રોથ એન્જિન બનાવવામાં આવશે.
૯થી ૧૦ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવા માટે ગ્રામિણ ક્ષેત્રે મૂડીરોકાણ અત્યંત જરૃરી
રાજધાનીમાં આજે યોજાયેલા એક પરિસંવાદ દરમિયાન વડાપ્રધાને શ્રણ અને નાણાં જેવા ક્ષેત્રોમાં સુધારાઓ આગળ વધારવાની જરૃરિયાત જણાવી હતી. વડાપ્રધાને જો કે એમપણ જણાવ્યું હતું કે ગ્રામિણ ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ પાછળના ખર્ચમાં ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોકાણ સૌથી મહત્વની બાબત છે. મનમોહનસિંહે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ઉદ્યોગસાહસિકોનો વિકાસ થાય એ માટેનું વાતાવરણ તથા ગ્રામિણ ક્ષેત્રે સરકારની સક્રિયતામાં વધારો થાય એ માટેના પ્રયત્નોની જરૃરિયાત છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭-૦૮ સુધીના સળંગ ત્રણ વર્ષ સુધી ભારતીય અર્થતંત્ર ૯ ટકાના દરે વિકસ્યુ હતું. જો કે વૈશ્વિક મંદીની અસરોને કારણે વર્ષ ૨૦૦૮-૦૯માં અર્થતંત્રનો વિકાસદર ૬.૭ ટકાએ અટક્યો હતો. જ્યારે વર્ષ ૨૦૦૯-૧૦ના પ્રથમ ત્રિમાસીક ગાળામાં અર્થતંત્રનો વૃદ્ધિદર ૬.૧ ટકા નોંધાયો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે આગામી દાયકાઓમાં સૌથી મોટો પડકાર ઊંચો આર્થિક વૃદ્ધિદર જાળવી રાખવો છે.
|