|
યુરો સામે ડોલર વધતાં હેજ ફંડોની લેવાલીએ સોના-ચાંદીમાં મજબૂતાઇ |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 30 ઓક્ટોબર 2009 |
|
તાજેતરના ત્રણેક દિવસના ઘટાડા બાદ આજે મુંબઇ ઝવેરી બજારમાં
વૈશ્વિક મજબૂતાઇના અહેવાલે સુધારો જોવા મળ્યો હતો. યુરો સામે ડોલર નબળો
પડતાં હેજ ફંડોની લેવાલ વધી હતી. જોકે અત્રે વિદેશના બજારો સુધરીને આવતા
નીચા મથાળે નવી વેચવાલી અટકે છે. પરંતુ નવી લેવાલી ખૂબજ ધીમી હોવાથી સોદા
પાંખા હતા. સોનાનો વિશ્વમાં ભાવ ગઇકાલના ૧૦૩૬.૪૦ ડોલરથી વાળો આજે વધી ૧૦૪૯
થઇ છેલ્લે ૧૦૯૨.૦૦ જેવો હતો. ચાંદીનો ભાવ ૧૬.૪૦ ડોલરવાળો આજે વધી ૧૬.૭૩
ડોલર થઇ છેલ્લે ૧૬.૫૪ ડોલર હતો.
મુંબઇ ખાતે સોનું ૯૯.૫૦નો ભાવ આગલો બંધ રૃ. ૧૫૯૧૦ સામે આજે રૃ. ૧૫૯૮૦ ખુલી છેલ્લે રૃા. ૬૦ વધી રૃ. ૧૫૯૮૦ બંધ હતો. સોનું ૯૯.૯૦નો ભાવ આગલા બંધ રૃ. ૧૫૯૯૦ સાથે આજે રૃ. ૧૬૦૬૦ ખુલી છેલ્લે રૃ. ૫૫ વધી રૃ. ૧૬૦૪૫ બંધ હતો. ચાંદી ૯૯૯નો ભાવ આગલા બંધ રૃ. ૨૬૬૧૫ સામે આજે રૃ. ૨૬૯૧૫ ખુલી છેલ્લે રૃ. ૧૬૫ વધી રૃ. ૨૬૮૧૦ બંધ હતો. સોનું ૧૦ તોલાનો બિસ્કીટનો ભાવ રૃ. ૫૦૦ વધી આગલા બંધ રૃ. ૧,૮૬,૭૦૦ વાળો આજે રૃ. ૧૮૭૨૦૦ બોલાતો હતો.
મરી, હળદરમાં નરમાઇ
નેશનલ મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જમાં ૫૭૮૫૬ લોટના કામકાજે રૃ. ૧૭૦૧ કરોડનું ટર્નઓવર હતું. એરંડા, ચણા, કોફી, કોપરા, મરી, રો જ્યુટ, સોપઓઇલ અને હળદરમાં નરમાઇ હતી. વીતેલા દિન પર ૪,૦૪,૨૭૫ સોદામાં રૃ.૨૫,૧૧૬.૩૦ કરોડનું કામકાજ થયું હતું, જેમાં સોના-ચાંદીના વેપારનો હિસ્સો રૃ.૧૦,૦૨૯.૭૮ કરોડનો હતો. સોનામાં રૃ.૫,૭૬૫.૭૯ કરોડનાં ૩૬,૨૨૦ કિલો અને ચાંદીમાં રૃ.૪,૨૬૩.૯૯ કરોડનાં ૧,૬૨૭.૭૧ ટનનાં કામ થયાં હતાં. ક્રૂડ તેલમાં રૃ.૪,૯૩૨.૯૪ કરોડનાં ૧.૩૨.૧૫,૭૦૦ બેરલ્સનો ધંધો થયો હતો. એમસીએક્સ પર સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૧,૨૭,૧૫૮ સોદામાં રૃ.૭,૬૨૦.૯૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ટર્નઓવરમાં સોના-ચાંદીના વેપારનો હિસ્સો રૃ.૩,૪૬૮.૮૦ કરોડનો હતો. કિંમતી ધાતુઓમાં સોનામાં ગિની સહિતના વાયદાઓમાં ૨૩,૧૨૪ સોદામાં રૃ.૨,૩૨૮.૭૯ કરોડનાં ૧૪,૫૯૮ કિલો અને ચાંદીમાં ૨૩,૩૧૮ સોદામાં રૃ.૧,૧૪૦.૦૧ કરોડનાં ૪૩૩.૭૩૦ ટનનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ સોનામાં ૧૯,૩૨૫ કિલો અને ચાંદીમાં ૫૩૯.૦૩૦ ટનનો હતો. ગોલ્ડ-ગિનીમાં ૩,૬૭૬ સોદામાં રૃ.૬.૫૭ કરોડનાં ૪૧ કિલો ગિનીનાં કામ સાથે ૧૩૨ કિલોનો ઓપ્ન ઈન્ટરેસ્ટ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવોમાં રૃ.૧થી રૃ.૧૦૪ની રેન્જમાં વધઘટ હતી. સોનાનો ડિસેમ્બર વાયદો રૃ.૬ ઘટી બંધમાં રૃ.૧૫,૯૩૩ બંધ રહ્યો હતો, જ્યારે ફેબ્રુઆરી-૧૦ વાયદો રૃ.૪ અને એપ્રિલ-૧૦ વાયદો રૃ.૪૧ વધી બંધમાં અનુક્રમે રૃ.૧૫,૯૬૫ અને રૃ.૧૫,૯૯૦ રહ્યા હતા. મિની વાયદાઓમાં નવેમ્બર વાયદો રૃ.૫ વધવા સામે ડિસેમ્બર વાયદો રૃ.૪ અને જાન્યુઆરી-૧૦ વાયદો રૃ.૧ નરમ રહ્યા હતા. ગિનીના વાયદાઓમાં ઓક્ટોબર વાયદો સૌથી વધુ રૃ.૧૦૪ વધી રૃ.૧૨,૭૩૩ બંધ હતો.
|