Last Updated:19 ડિસેમ્બર 2011

પાક. સરકારને અલ કાયદા સાથે સાઠગાંઠ છે ઃ હિલેરીની સાફ વાત છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 30 ઓક્ટોબર 2009
Image(પી.ટી.આઇ.)
લાહોર તા.૩૦ અલ કાયદાના નેતાઓ પાકિસ્તાનમાં છે અને પાકિસ્તાનની સરકારને એ વિશે કશી ખબર નથી એ વાત અમારા ગળે ઊતરતી નથી એમ પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લીન્ટને કહ્યું હતું.

'તમારી સરકારમાં કોઇને એ વિશે જાણ નથી એ વાત હું માની શકતી નથી અને સરકાર ધારે છતાં તેમને પકડી શકતી નથી એ વાત પણ હું માનતી નથી' એમ હિલેરીએ કહ્યું હોવાનું ધ ડેલી ટાઇમ્સે જણાવ્યું હતું.

'શક્ય છે, કદાચ તેમને પકડી શકાતા નથી. શક્ય છે, તમે સાચું કહેતા હશો પરંતુ કમ સે કમ મને લાગે છે કે અલ કાયદાના નેતાઓ પાકિસ્તાનમાં છે' એમ તેમણે મિડિયાને કહ્યું હતું.

હિલેરીએ કહ્યું કે પાકિસ્તાન સમક્ષ ઘણા પ્રશ્નો છે અને આટલી મોટી વસતિને નિભાવવાની સમસ્યાએ પરિસ્થિતિને વણસાવી છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી