|
ભારત પર હુમલાનો પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 28 ઓક્ટોબર 2009 |
|
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૨૮ એક અમેરિકન નાગરિક દ્વારા ભારત પર મોટો આતંકવાદી હુમલો કરવાનો પાકિસ્તાનમાં રહેલા લશ્કરે તૈબાનો એક પ્લાન એફબીઆઇએ નિષ્ફળ બનાવ્યો હતો એમ અમેરિકી ગુપ્તચર સંસ્થાના પ્રવક્તાએ કહ્યું હતું.
આ માસના આરંભે ફિલાડેલ્ફિયા થઇને પાકિસ્તાન જવા નીકળેલા એક
ડેવિડ કોલમેન હેડલીને એફબીઆઇના જોઇન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સે ઓ'હારે
ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડી લીધો હતો.
૪૯ વરસના હેડલી સાથે મૂળ પાકિસ્તાનનો અને હાલ કેનેડિયન
નાગરિક એવો એક આદમી પણ હતો જેેણે ૨૦૦૫માં મોહમ્મદ પયગંબરના કાર્ટુન
બનાવનાર ડેનિસ અખબારના કર્મચારીઓ પર હુમલો કરવાની યોજના ઘડી હતી. આ બંનેને
૧૮મી ઑક્ટોબરે પકડી લેવામાં આવ્યા હતા. કેનેડિયન નાગરિકની ઓળખ તહવ્વુર
હુસૈન રાણા ઉર્ફે તાહાવર રાણા (ઉંમર ૪૮ વરસ) શિકાગોમાં રહે છે. એ ઘણા ધંધા
કરે છે. બંને સાથે મળીને ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાની લશ્કરે
તૈબાની યોજનાનો અમલ કરવાના હતા.
|