Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - વિચારની સ્વાસ્થ્ય પર અસર છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 23 ઓક્ટોબર 2009
16fitnes3.gifવિચારની સ્વાસ્થ્ય પર થતી અસરને 'સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી' કહે છે. સાવ સાદી ભાષામાં કહું તો ''સાયકો'' એટલે વિચાર, ન્યુરો એટલે મગજ (મન) અને 'ઈમ્યુનોલોજી' એટલે જેવા વિચાર હોય તેવી અસર (સારી કે ખરાબ) મગજ (મન) પર થાય અને એને કારણે તમારા શરીર ઉપર પણ (સારી કે ખરાબ) અસર થાય એટલે કે એને કારણે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે કે ઘટે અને તેને લીધે તમને કોઈ પણ શારીરિક કે માનસિક બિમારી થાય.

ન્યુયોર્ક સ્થિત ટોચેસ્ટર યુનિવર્સિટીના 'બીહેવીઅરલ અને સાયકો સોશીઅલ મેડીસન'ના ડાયરેકટર ડૉ. એડર ચોક્કસપણે માને છે કે માનવી જે વિચાર કરે છે (તેના મનની સ્થિતિ) એને તેની તબીયત અને સાજા થવાની પ્રક્રિયા વચ્ચે ૧૦૦ ટકા સંબંધ છે. આ માટે ડૉ. એડરે ઉંદરો ઉપર એક પ્રયોગ પણ કર્યો હતો. એક બાજાુ તેમણે ઉંદરોને 'સેકેરીન' ખવરાવી અને બીજી બાજુ તેમને એવી દવાના ઇન્જેકશન આપ્યા જેથી એમને પેટમાં ગરબડ થાય. આને કારણે આ જ ઉંદરો જે સેકેરીન નિરાંતે ખાતા હતા તેમને પેટમાં ગરબડ થવાથી ખાવાનું બંધ કર્યું. એક આડઅસર પણ તેમને જાણવા મળી કે ઇન્જેકશન આપેલું તે ઉંદરોની 'ઇમ્યુનીટી' ઓછી થઈ ગઈ અને તેને લીધે ઇન્જેકશન લીધા પછી જે ઉંદરોએ 'સેકેરીન' ખાધી તે મરી ગયા.

આ પ્રયોગ પરથી ડૉ. એડરે એવું તારણ કાઢ્યું કે જો શારીરિક કે માનસિક સ્ટ્રેસ (તનાવ) હોય તો તેની ઇમ્યુનીટી ઉપર ચોક્કસ અસર થાય. વધારે સારી રીતે સમજાવું તો આ પ્રયોગ પછી એવું નક્કી થયું કે જો વ્યક્તિને ડીપ્રેશન હોય તો તેને સુસ્તી લાગશે, થાક લાગશે અને તેને અનેક રોગો થશે જ્યારે આનાથી વિરુદ્ધ જો માનવી પોતે ઈમ્યુનીટીને વધારવા સારા વિચારો કરે અને મનમાં 'હકારાત્મક અભિગમ' (પોઝીટીવ એટીટયુડ) રાખે તો તેને પરિણામે કેન્સર જેવી અસાધ્ય બિમારી પણ મટી શકે.
સાયકોન્યુરોઇમ્યુનોલોજી વિષે થોડી નવી અને જૂની વાતો

૨૦ વર્ષથી આ નવી સાયન્ટીફીક પદ્ધતિની શોધ થઈ હોવા છતાં જેને મોડર્ન મેડિસીન કહેવાય તેની પ્રેક્ટીસ કરનારા ડૉક્ટરો હજાુ પોતાની માન્યતા બદલવા તૈયાર નથી. ૧૯મી સદીના ડૉ. રોબર્ટ કોશે પ્રસિદ્ધ કરેલી 'જર્મ'' થીઅરીમાં હજુ તેઓ માને છે કે શરીરમાં પ્રવેશીને ઉપદ્રવ કરનારા જંતુનો એન્ટીબાયોટીક દવાઓથી નાશ કરો એટલે રોગ મટી જાય. આનાથી વિરુદ્ધ ૧૯૨૦ની સાલમાં ડૉ. વોલ્ટરકેનને (હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર) પ્રયોગો કરીને સિદ્ધ કર્યું હતું કે માનવીના શરીરમાં 'ફીઝીકલ અને મેન્ટલ બેલેન્સ' જાળવો તો કોઈ રોગ થાય નહીં. એમના કહેવા પ્રમાણે તમારી લાગણીઓ (સુખ અને દુખની)ની અસર શરીરની ઓટોનોમીક નર્વસ સિસ્ટમ એટલે કે 'સિમ્પેથેટીક અને પેરાસિમ્પેથેટીક' નર્વસ સિસ્ટમ ઉપર થાય છે. શરૃના સ્ટ્રેસને શરીર એડજસ્ટ કરી લે છે પણ જો સ્ટ્રેસ ધી જાય તો ઈમ્યુનીટી ઘટતી જાય છે અને આને કારણે શરીરની રોગની સામે લડવાની શક્તિ ઘટતી જાય છે અને પરીણામે મૃત્યુ પામે છે.

16fitnes2.gifછેલ્લાં ૨૦ વર્ષમાં 'સાયકોન્યુરોઇમ્યુનોલોજી'ના સાયન્સનો અદ્ભૂત રીતે વિકાસ થયો છે. આમ જાુઓ તો આ આખાએ સાયન્સ (વિજ્ઞાાન)નો આધાર શરીરની 'સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ' 'ન્યુરો એન્ડોક્રાઈન સિસ્ટમ' અને 'ઈમ્યુન સિસ્ટમ' અને આ ત્રણેના 'ઈન્ટર રીલેશન' (અંદરઅંદરના સંબંધ) ઉપર રહેલો છે. આ વાત શરૃમાં જણાવી છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે સિમ્પેથેટીક અને પેરા સિમ્પેથેટેક નર્વસ સિસ્ટમ. આ બન્ને સિસ્ટમથી તમારા આખા શરીરમાં માહિતી પહોંચાડવાનું કામ 'માહિતી પહોંચાડનાર પદાર્થ (ઈન્ફર્મેશન સબસ્ટન્સ અથવા આઈ.એસ.) કરે છે. આ રીતે નર્વસ સિસ્ટમ આખા શરીરનું રક્ષણ કરવાનું કામ (ડીફેન્સ મીકેનીઝમ) કરે છે. બીજી રીતે જણાવું તો આ વાત બરોબર સમજી લેશો કે તમારા મગજમાં (મન) આવેલા પ્રત્યેક વિચાર, લાગણી અને માન્યતાની અસર નર્વસ સિસ્ટમ પર થાય છે.

હવેની આ વાત પણ સંશોધકોએ પ્રયોગો કરીને સિધ્ધ કરી છે કે આગળ બતાવેલ આઈ.એસ. (ઈન્ફર્મેશન સબસ્ટન્સ)નો સંપર્ક મગજમાં અને ઇમ્યુન સીસ્ટમમાં નીકળતા કેમીકલ મેસેન્જર (જેનું નામ 'ન્યુરોપેપ્ટાઈડસ' છે) ની સાથે થાય છે આને લીધે માનવીની લાગણીઓની અસર શરીરની રોજેરોજની કાર્યક્ષમતા ઉપર પડે છે. આ શોધ કરનાર ન્યુરો ફાર્મેકોલોજીસ્ટ ડૉ. કેન્ડીસ પર્ટે પોતાના એક લેખમાં એક વાત ભાર દઈને જણાવી છે કે આપણા શરીરમાં ચોવીસે કલાક ચાલતા મનોમંથનને લીધે જે જે સારી કે ખરાબ લાગણીઓ આપણા મનમાં સતત ઉત્પન્ન થાય છે તેની સારી કે નરસી અસર શરીરના તંત્ર ઉપર તરત થાય છે. ઉદાહરણમાં તેઓ જણાવે છે કે કોઈપણ આનંદનો પ્રસંગ બને જેવો કે લોટરી લાગવી તે વખતે તમારી આખા શરીરમાં આનંદની લહેર ફેલાઈ જાય છે અને કોઈ પણ પ્રકારનો ભય લાગે ત્યારે શરીર ધૂ્રજવા માંડે એવી અસર તાત્કાલિક થાય છે.

આ બધો પ્રતાપ 'ઈન્ફર્મેશન સબસ્ટન્સ-આઈ.એસ. અને મગજ અને ઈમ્યુન સીસ્ટમના રીસેપ્ટર્સ ન્યુરોપેપ્ટાઈડઝ'ના સંયોજનનો છે. તમને કોઈ પણ રોગના લક્ષણો થાય તેને તમે કેવી રીતે જુઓ છો તેમજ એ રોગ શા માટે અથવા કેવી રીતે થાય તે વિષે તમે વિચાર કરો છો તેની અસર તમારી ઇમ્યુનીટી ઉપર થાય છે. આની સારી કે નરસી અસર શરીર પર કરવામાં તમારી 'એન્ડોક્રાઈન સિસ્ટમ' (પિચ્યુટરી અને થાઇરોઇડ અને એડ્રનીલ ગ્રંથી)નો પણ ફાળો છે. ઉપરની બધી બાબતોને એકદમ સાદી રીતે સમજાવું તો મૂળ વાત છે મગજ અને જ્ઞાાનતંતુની સિસ્ટમ, ઇન્યુનીટી સિસ્ટમ અને ''એન્ડોક્રાઈન સિસ્ટમ''- આ ત્રણે સિસ્ટમના બેલેન્સની છે. ઇમ્યુન સિસ્ટમનો આધાર તેના મૂળભૂત તત્ત્વો 'લીંમ્ફોસાઈટસ' અને 'ટી-સેલ્સ' અને 'કીલર સેલ્સ' ઉપર છે. શરીરને ના ગમતી કોઈ પણ બહારની વસ્તુ શરીરમાં દાખલ થાય કે તરત તેનો નાશ કરવાનું કામ આ મૂળભૂત તત્ત્વોએ ઉત્પન્ન કરેલા એન્ટીબોડીઝથી થાય છે.

ડૉ. કેન્ડીએ એક વાત ઉપર ખાસ ભાર દીધો છે કે રોજે રોજ જીવનમાં બનતા શારીરિક હોય કે માનસિક, સારા હોય કે ખરાબ જે જે પ્રકારના તનાવ (સ્ટ્રેસ) હોય તેને કારણે મગજમાં ઉત્પન્ન થતા ભાવ (લાગણીઓ) ને શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઈન સિસ્ટમ અને ઈમ્યુનીટી સિસ્ટમ સાથે અતૂટ સંબંધ છે. તમારી એટીટયુડ પોઝીટીવ (હકારાત્મક અભિગમ) હશે તો શરીર ઉપર સારી થશે અને નેગેટીવ હશે (નકારાત્મક) તો શરીર પર ખરાબ અસર થશે. હવે તમને ખ્યાલ આવ્યો ને કે તમને રોગ થાય કે ના થાય અથવા રોગ થયો હોય તે મટી જાય કે વધે તેનો આધાર તમારી લાગણી અને ભાવને તમારી 'બોન્ડી લેન્ગ્વેજ' એટલે કે એ ભાવ કે લાગણી તમારી વાણીથી તમારી આંખોથી અને વર્તનથી સારી કે ખરાબ રીતે પ્રગટ કરશો તેની ઉપર છે.

16fitnes1.gifઉદાહરણ તરીકે તમને હજામત કરતાં બ્લેડ વાગી કે શાક સમારતાં ચપ્પુથી તમારી આંગળી ઉપર કાપો પડયો તેનો પ્રતિભાવ પ્રત્યક્ષ રીતે (સબજેકટીવલી) બુમ પાડીને ''ઓ બાપરે મને બ્લેડ વાગીને લોહી નીકળ્યું'' અથવા તો 'ઓ મા મારી આંગળી કપાઈ ગઈ' એ રીતે આપશો તો તમારી ઇમ્યુનીટી ઉપર તેની ખરાબ અસર થશે અને તમને દાઢીનો કે આંગળીનો ઘા રૃઝાવામાં કે તેને લીધે થતો દુખાવો મટવામાં વાર લાગશે. આનાથી ઉલટુ દાઢીના કે આંગળીની ઈજાને પરોક્ષ રીતે (ઓબ્જેક્ટીવલી) લઈને તમારા ભાવ કે લાગણીને 'આવું તો થયા કરે' એમ સમજીને ભુલી જશો તો તમારી ઈન્યુનીટી ઉપર અદ્ભૂત રીતે સારી અસર થશે અને તમે એક બે દિવસમાં આ વાત ભૂલી જશો. તમે માનશો નહીં પણ અનુભવ અને પ્રયોગોથી સિધ્ધ થયેલી આ વાતનો ઘરમૂળથી અસ્વિકાર કરનારા લોકો પણ દુનિયામાં ઘણા છે જેમાં મુખ્યત્વે ડૉ. માર્સિઆ એન્જેલ છે જેમણે પોતે ૧૯૮૫માં એક લેખમાં ચોકખું જણાવ્યું છે કે ડૉ. કેન્ડીસની 'સાયકોન્યુરોઈમ્યુનોલોજી'ની આખીએ વાત 'કપૉલ કલ્પીત' (હમ્બગ) છે. તેમણે જણાવ્યું છે કે મગજમાં આવેલા ભાવ અને વિચારમાં રોગને મટાડવાની કોઈ શક્તિ નથી.

'સાયકોન્યુરોઈમ્યુનોલોજી'ના આધારે પ્રચલીત થએલી નવીનવી રોગ મટાડવાની થેરેપી

૧. બાયો ફીડબેકઃ આ સિસ્ટમમાં બે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એકનું નામ છે 'ઇલેકટ્રોમાયોગ્રાફીક' (ઇ.એમ.જી) મશીન જે સ્નાયુના સ્પંદનોનું માપ કાઢે છે અને બીજું 'ઈલેકટ્રોડર્મોગ્રાફી (ઇ.એમ.ડી) મશીન જે ચામડીના સ્પંદનોને માપે છે. દર્દીની સામે મશીન હોય અને તેના કનેકશન (પટ્ટા) હાથ અને પગ ઉપર બાંધેલા હોય. દર્દીના મનમાં જે વિચારો આવે તે પ્રમાણે સ્નાયુ ખેંચાય કે ઢીલા થાય અથવા ચામડી ઉપર ધુ્રજારી થાય કે ખેંચાવાની લાગણી થાય. દર્દી' પોતે જોઈ શકે અને ધીરેધીરે લાગણી અને ભાવ અને હાર્ટ રેટ ઉપર કાબુ રાખતાં શિખી જાય. દા.ત. ખરાબ વિચાર આવે. એટલે પોઈન્ટરનો આંકડો વધતો જાય અને સારો વિચાર આવે ત્યારે આંકડો નીચે આવે રોજ એક સિટીંગ એવા ૨૦ સિટીંગ આપવાથી ધીરે ધીરે દર્દી લાગણી ઉપર કાબુ મેળવતો થાય. વૈજ્ઞાાનિકો એમ માને છે કે એક સમય એવો આવશે કે દરેક વ્યક્તિ પોતાને ઘેર 'બાયો ફીડબેક' મશીન રાખતા થઈ જશે અને રોજે રોજ જીવનશૈલી અને આજુબાજુના વાતાવરણ અને અનુભવને હિસાબે થતા શારીરિક કે માનસિક તનાવને લીધે થતા રોગને પણ સહેલાઇથી કાબુમાં લાવી શકશે. મોડર્ન મેડીસીનના મહારથીઓ આ સિસ્ટમને ટેકો નથી આપતા. તેઓ તો એની એ વાત દોહરાવ્યા કરે છે કે દવા વગર રોગ મટે જ નહીં.

૨. હિપ્નોથેરેપી અથવા થેરેપેટીક હિપ્નોસીસઃ હિપ્નોરીઝમ અને મેસ્મેરીઝમની પ્રેક્ટીસ તો સન ૧૭૦૦થી શરૃ થએલી છે. ''ફ્રાન્ઝ એન્ટોન મેસ્મેર'' નામની સામાન્ય વ્યક્તિએ આ પ્રકારના દવા વગર રોગ મટાડવાની ક્રિયામાં દર્દીને 'મેસ્મેરાઈઝ' કરીને તેના વિચારો ઉપર કાબુ લાવવાની ક્રિયાનો આ અધિકાર કર્યો હતો. મેસ્મેરીઝમને હિપ્નોરીઝમ એટલે કહે છે કે તેમાં થેરેપી આપનાર પહેલાં દર્દીને ઊંઘાડી દે છે (હિપ્નો એટલે સ્લીપ-ઉંધી જવું) અને પછી ધીરે ધીરે સજેશનથી તેને થએલા શારીરિક રોગ કે માનસિક વિકાસ ઉફર કાબુ લાવે છે. આધનિક વિજ્ઞાાન (મોડર્ન મેડીસીન) આ થેરેપીને માન્યતા નથી આપતું. કારણ તેમાં જેમ દવાના પ્રયોગ હજારો વ્યક્તિ ઉપર કરીને અકસીર દવા નક્કી થાય છે તેવું આ પદ્ધતિથી લેબોરેટરીમાં ચકાસણી થઈ શકતી નથી.

૩. ગાઈડેડ ઇમેજરીઃ આ પદ્ધતિમાં દર્દીને આ પ્રકારની પ્રેક્ટીસ કરનાર સારી કલ્પના (ઇમેજીન) કરવાનું જણાવે છે. દર્દીને જણાવવામાં આવે છે કે તારા શરીરની રોગ સામે લડવાની શક્તિ (ઇમ્યુનીટી) શરીરમાં દાખલ થએલા જંતુ સાથે યુદ્ધ કરી રહી છે એવી કલ્પના વારેવારે જ્યારે સમય મળે ત્યારે પાંચ મિનિટ કરવી. આમાં વિચારશક્તિ કેટલી સક્ષમ છે તેની ઉપર કલ્પના અને રોગ મટવાનો આધાર છે.

૪. પ્લેસેબો અને નેસેબો થેરેપીઃ 'પ્લેસેબો'લેટીન શબ્દ છે જેનો અર્થ 'ખુશ કરવું' એવો થાય. આમાં દવા આપવામાં આવે પણ તે દવા ના હોય (ફોલ્સ મેડીસીન). મોડર્ન મેડીસીનની પ્રેક્ટીસ કરનારા લોકો પણ જે દર્દીઓ 'હાઈપો કોન્ડ્રીક' (દરદનું નામનિશાન ના હોવા છતાં દરદથી પીડાય છે તેવી લાગણી ધરાવતા) હોય તેને દવાને બદલે દવા જેવી લાગે પણ દવા ના હોય તેવી સાદી પીપરમીટ કે સુગરની ગોળીઓ આપે અને શ્રદ્ધા રાખવાનું કહે અને પરીણામે ''આ છેલ્લા પ્રકારની દવાથી મને તદ્દન મટી જશે'' એવા ભાવ મનમાં ઉત્પન્ન થવાથી દર્દીને દર્દમાંથી મુક્તિ મળે. આ થેરેપીમાં પણ ત્રણ બાબતોની ખાસ આવશ્યકતા છે. ૧. દર્દીની ડૉક્ટર ઉપરની શ્રદ્ધા ૨. દર્દીના મનમાં દવા અને પોતાની (ડૉક્ટર ઉપર) ઉપરનો દ્રઢ વિશ્વાસ અને ૩. ડૉક્ટર અને દર્દીનો એક બીજા પરનો વિશ્વાસપૂર્વકનો વર્તાવ.

છેલ્લે એટલું જ જણાવવાનું કે ૧. મોડર્ન મેડીસીન એ ચોક્કસ 'એવીડન્સ બેઝડ' મેડીસન એટલે કે પ્રાણી અને મનુષ્ય ઉપર હજારો પ્રયોગો અને ચોક્સાઈ કરીને દરેક રોગ માટે નક્કી કરેલી દવા હોવા છતાં તેમાં ૧. આડઅસરનો ભય છે. ૨. ચોક્કસ નિદાનની ખૂબ જ આવશ્યકતા છે નહીં તો દરદ શારું થવાની શક્યતા ઓછી છે. ૩. ડૉક્ટર પણ પૂરેપૂરા ક્વૉલીફાઈડ અને એકસ્પીરીયન્સ્ડ હોય એટલું જ જરૃરી નથી પણ થોડા સહૃદયી અને દર્દીને વિશ્વાસ ઉત્પન્ન થાય તેવા વર્તન વાળા હોય તે પણ જરૃરી છે.

૨. દર્દીને દરદમાંથી મુક્તિ મેળવવી છે માટે તે કોઈ પણ પદ્ધતિથી પોતાને થએલા દરદનો ઈલાજ કરે પણ તે શરૃ કરતાં પહેલાં તેણે પોતાના મનમાં એક વાત પાકે પાયે નક્કી કરવી જોઈએ કે થેરેપીસ્ટ જે કાંઈ દવા કે ઉપચાર બતાવે તેની ઉપર શ્રદ્ધા અને થેરેપીસ્ટ પર વિશ્વાસ અને થોડી ધીરજ આ ત્રણે બાબતની ખૂબ જ જરૃર છે.

૩. 'સાયકો ન્યુરો ઈમ્યુનોલોજી' એ ચોક્કસ વિશ્વાસ રાખવા જેવું વિજ્ઞાાન છે. આજે નહીં પણ થોડા સમય પછી એવો દિવસ આવશે કે કોઈપણ દર્દને મટાડવા કે શરીરમાં દાખલ થતું અટકાવવા માટે (ભલે તે 'શારીરિક હોય કે માનસિક) ફક્ત 'સાયકોન્યુરો ઈમ્યુનોલોજી' આધારિત ઉપચારો જ આખા જગતમાં અમલમાં મુકાશે કારણ તેમાં ''મનના વિચારો અને તેનો શરીર સાથેનો સંબંધ'' એ જ મુખ્ય આધાર છે.


 
< પાછળનુ   આગળનુ >