Last Updated:19 ડિસેમ્બર 2011

ફિટનેસ - તમારા આયુષ્યનો અંદાજ જાણો છાપો ઈ-મેલ
રવિપૂર્તિ
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 16 ઓક્ટોબર 2009
રીડર્સ ડાયજેસ્ટના એક લેખને આધારે એક પ્રશ્નાવલી તૈયાર કરી છે, જેમાં સવાલો વિગતવાર પૂછયા છે. જવાબ તમારે વિચાર કરી આપવાનો છે. સામે આંકડા લખ્યા છે. બધા જ સવાલોના જવાબ આપ્યા પછી તમારા આયુષ્યનો આંકડો તમારે જ બધા જવાબ સામે લખેલા આંકડાનો સરવાળો કરીને જાણી લેવાનો છે. આ સવાલોનો બરાબર અભ્યાસ કરી તેના જવાબમાં જયાં ઝીરો મળતો હોય તે બાબતમાં સુધારો કરવાનો સંકલ્પ આ નવા વર્ષમાં કરી અને તમારા આયુષ્યની રેખાને વધારે લાંબી કરવા પ્રયત્ન કરવાનો છે.

બહુ મુશ્કેલ નથી. જીંદગી તમારી છે અને જીવવાનું તમારે છે. જે જે બાબતથી તમારા શરીરને નુકસાન થતું હોય તે બાબત પ્રયત્ન કરી દૂર કરવાની છે. આ એક પ્રકારની તમારી જીવનશૈલીને સુધારવાની કસોટી છે. ખૂબ જાણકાર અને વિદ્વાન મેડીકલ એક્ષપર્ટો (નિષ્ણાત ડોકટરો) એ આ પ્રશ્નાવલી તૈયાર કરી છે. જે પૂરેપૂરી સમજી વિચાર કરીને બનાવેલી છે. દિવાળીના તહેવારોમાં કુટુંબીજનો સાથે નવરાશના સમયે બેસી વાતો કરતાં કરતાં પ્રત્યેક વ્યકિતનો આ પ્રકારનો લાઇફ સ્કોર (આયુષ્યનો આંકડો) નક્કી કરવાની મઝા તો પડશે જ પણ બીજો ફાયદો એ થશે કે કુટુંબની પ્રત્યેક વ્યકિતને પોતાની સારી ટેવો માટે આનંદ થશે અને અભિનંદન મળશે અને જે જે બાબતોમાં ક્ષતી હોય, જે જાણે અજાણે થતી હોય કે ફરજીયાત કરવી પડતી હોય તે બધી બાબતો સુધારવા માટે તમે પ્રયત્ન કરશો અથવા કુટુંબીજનો તરફથી પ્રેમભર્યા અને લાગણીભર્યા સુચનો અને બદલાની ભાવના વગર મદદ પણ મળશે. ચાલો તૈયાર થઇ જાઓ.

સુચના ઃ નીચે જણાવેલી પ્રશ્નાવલીના દરેક વિભાગના પ્રશ્નો પૂરો વિચાર કરી વત્તા કે ઓછા માર્ક આપવાના છે. એક વાત યાદ રાખશો. આ પ્રશ્નાવલી પુખ્તવયના એવા સ્ત્રી પુરુષો માટે તૈયાર કરેલી છે, જે લોકોને કોઇ પણ જાતની જુની (ક્રોનીક) જન્મજાત બિમારી ના હોય અથવા હાર્ટ એટેક કે બ્રેન એટેક (સ્ટ્રોક) આવેલો ના હોય કે હાર્ટની બાયપાસ સર્જરી કરાયેલી હોય નહીં.

વિભાગ - ૧ કસરત
એક અઠવાડીઆમાં તમે સતત ૧૫ મિનીટ એવી કોઇપણ કસરત કરો છો , જેમાં તમારા હૃદયના ધબકારા એક મિનીટના ૧૨૦ કે વધારે થતા હોય ? આખા અઠવાડીઆમાં કુલ કેટલી મિનીટ આવી કસરત કરો છો તે મિનીટનો સરવાળો કરી નીચેના ટેબલમાં જોઇ તમારા માર્ક લખો. આવી હૃદયના ધબકારા વધારીને તેને સક્ષમતા (કંડીશનીંગ) મળે તેવી કસરતોના નામ પણ જાણી લો ? ૧. બ્રીસ્ક વોક (૧૦ મિનીટમાં ૧ કિલોમીટર) ૨. જોગીંગ અથવા ધીમી ગતીની દોડ (૭ મીનીટમાં ૧ કિલોમીટર) જે હેલ્થ કલબમાં ટ્રેડમીલ પર અથવા રનીંગ ટ્રેક ઉપર કરી શકો. આ સિવાય ૩. ટેનીસ સિંગલ્સ કે સ્કવોશ સતત ૧૦ થી ૧૫ મિનીટ અને ૪. રનીંગ (દોડવાની કસરત)

(પાંચ મિનિટમાં એક કિલોમીટર). હવે ટેબલ (કોઠો) જુઓ
મીનીટ
૧૫ મિનીટથી ઓછો    ૦ ઉમેરો
૧૫ થી ૨૯    ૨ ઉમેરો
૩૦ થી ૪૪    ૬ ઉમેરો
૪૫ થી ૭૪    ૧૨ ઉમેરો
૭૫ થી ૧૧૯    ૧૬ ઉમેરો
૧૨૦ થી ૧૭૯    ૨૦ ઉમેરો
૧૮૦ કે તેથી વધારે    ૨૪ ઉમેરો

વિભાગ -૨ વજન
ડીજીટલ સ્કેલ (વજનના કાંટા) ઉપર તમારૃ વજન માપો. બુટ ચંપલ કાઢી નાખી ઉંચાઈ પણ માપો. પુરુષો અને સ્ત્રીઓના નીચે આપેલા ટેબલ (કોઠા) પરથી તમારૃ વજન કેટલું વધારે છે તે પ્રમાણે તમારો સ્કોર લખો. વજન પાઉન્ડમાં અને ઉંચાઈ ફીટ અને ઇંચમાં છે.
વજનનો કોઠો (રતલ) ૨૫ વર્ષ કે તેનાથી વધારે પુરૃષો માટે

ફૂટ-ઇંચ    નાના કદ    મીડીઅમ કદ    મોટુ કદ
૫-૩    ૧૧૫-૧૨૩    ૧૨૧-૧૩૩    ૧૨૯-૧૪૪
૫-૪    ૧૧૮-૧૨૬    ૧૨૪-૧૩૬    ૧૩૨-૧૪૮
૫-૫    ૧૨૧-૧૨૯    ૧૨૭-૧૩૯    ૧૩૫-૧૫૨
૫-૬    ૧૨૪-૧૩૩    ૧૩૦-૧૪૩    ૧૩૮-૧૫૬
૫-૭    ૧૨૮-૧૩૭    ૧૩૪-૧૪૭    ૧૪૨-૧૬૧
૫-૮    ૧૩૨-૧૪૧    ૧૩૮-૧૫૨    ૧૪૭-૧૬૬
૫-૯    ૧૩૬-૧૪૫    ૧૪૨-૧૫૬    ૧૫૧-૧૭૦
૫-૧૦    ૧૪૦-૧૫૦    ૧૪૬-૧૬૦    ૧૫૫-૧૭૪
૫-૧૧    ૧૪૪-૧૫૪    ૧૫૦-૧૬૫    ૧૫૯-૧૭૯
૬-૦    ૧૪૮-૧૫૮    ૧૫૪-૧૭૦    ૧૬૪-૧૮૪
૬-૧    ૧૫૨-૧૬૨    ૧૫૮-૧૭૫    ૧૬૮-૧૮૯
૬-૨    ૧૫૬-૧૬૭    ૧૬૨-૧૮૦    ૧૭૩-૧૯૪
૬-૩    ૧૬૦-૧૭૧    ૧૬૭-૧૮૫    ૧૭૮-૧૯૯

૨૫ કે તેનાથી વધારે સ્ત્રીઓ માટે વજનનો કોઠો (રતલ)
ફૂટ-ઇંચ    નાનુ કદ    મીડીઅમ કદ    મોટું કદ
૪-૧૦    ૯૨-૯૮    ૯૬-૧૦૭    ૧૦૪-૧૧૯
૪-૧૧    ૯૪-૧૦૧    ૯૮-૧૧૦    ૧૦૬-૧૨૨
૫-૦    ૯૬-૧૦૪    ૧૦૧-૧૧૩    ૧૦૯-૧૨૫
૫-૧    ૯૯-૧૦૭    ૧૦૪-૧૧૬    ૧૧૨-૧૨૮
૫-૨    ૧૦૨-૧૧૦    ૧૦૭-૧૧૯    ૧૧૫-૧૩૧
૫-૩    ૧૦૧-૧૧૩    ૧૧૦-૧૨૨    ૧૧૮-૧૩૪
૫-૪    ૧૦૮-૧૧૬    ૧૧૩-૧૨૬    ૧૨૧-૧૩૮
૫-૫    ૧૧૧-૧૧૯    ૧૧૬-૧૩૦    ૧૨૫-૧૪૨
૫-૬    ૧૧૪-૧૨૩    ૧૨૦-૧૩૫    ૧૨૯-૧૪૬
૫-૭    ૧૧૮-૧૨૭    ૧૨૪-૧૩૯    ૧૩૩-૧૫૦
૫-૮    ૧૨૨-૧૩૧    ૧૨૮-૧૪૩    ૧૩૭-૧૫૪
૫-૯    ૧૨૬-૧૩૫    ૧૩૨-૧૪૭    ૧૪૧-૧૫૮
૫-૧૦    ૧૩૦-૧૪૦    ૧૩૬-૧૫૧    ૧૪૫-૧૬૩

હવે તમારો સ્કોર નીચે પ્રમાણે નક્કી કરો. તમારૃ વજન
૦-૫ રતલ વધારે હોય તો ૦ બાદ કરો
૬-૧૫ રતલ વધારે હોય તો ૨ બાદ કરો
૧૬-૨૫ રતલ વધારે હોય તો ૬ બાદ કરો
૨૬-૩૫ રતલ વધારે હોય તો ૧૦ બાદ કરો
૩૬-૪૫ રતલ વધારે હોય તો ૧૨ બાદ કરો
૪૬ રતલ કે તેનાથી વધારે હોય તો ૧૫ બાદ કરો
ખાસ નોંધ ઃ- ૧૮ થી ૨૫ વર્ષની સ્ત્રીઓ માટે દર વર્ષ માટે ૧ રતલ બાદ કરો.

વિભાગ - ૩ ખોરાક
૧. જો તમે સંતુલીત (બેલેન્સ્ડ ડાયેટ) ખોરાક ખાતા હો, જેમાં ૧૫૦ થી ૨૦૦ ગ્રામ કાચા શાકભાજી (સલાડઝ), બે થી ત્રણ તાજા ફળો, ચાળ્યા વગરના લોટની રોટલી ને ભાખરી ૪૦૦ થી ૫૦૦ મી.લી. ખાંડ, ક્રિમ વગરનું દુધ અથવા તેની ચા કે કોફી અથવા દહીં કે છાશ ખાતા હો અને વધારાના પ્રોટીન માટે કઠોળ લેતા હો તો ૪ ઉમેરશો.

૨. જો તમે ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ જે પ્રાણીજ પદાર્થો દુધમાંથી મળતા ક્રીમ, માખણ, ચીઝ, ઘી અને ઇંડા, મીટ, ચીકન, મીટ વગેરેના લેતા હો તો ૨ ઉમેરશો.

વિભાગ - ૪ તમાકુનો ઉપયોગ

૧. સિગરેટ કે તમાકુ બીલકુલ ના લેતા હો તો ૦ સ્કોર
૨. રોજ ગુટકા ખાઓ છો અને સિગારેટ પીઓ છો તેની સંખ્યા

સિગારેટ    ગુટકા    સ્કોર
૧ થી ૯    ૩ થી ૪    ૧૩ બાદ કરો
૧૦ થી ૧૯    ૪ થી ૬    ૧૫ બાદ કરો
૨૦ થી ૨૯    ૬ થી ૮    ૧૭ બાદ કરો
૩૦ થી ૩૯    ૮ થી ૧૦    ૨૦ બાદ કરો
૪૦ થી ૫૦    ૧૦ થી ૧૨    ૨૪ બાદ કરો
૫૦ કે તેથી વધારે    ૧૨ થી વધારે    ૨૮ બાદ કરો

૩. સ્ત્રીઓ સિગારેટ પીતી ના હોય પણ સંતતી નિયમનની ગોળી લેતી હોય તો ૭ બાદ કરો.
વિભાગ - ૫ દારૃનો ઉપયોગ
એક ડ્રીંક એટલે ૫૦ મી.લી. આલ્કોહોલ અથવા ૨૫૦ મી.લી. બીયર અથવા ૨૦૦ મી.લી. વાઇન ગણાય. આ ગણતરી પ્રમાણે ૧ દિવસમાં

૧. બિલકુલ ના લેતા હો તો ૦ સ્કોર
૨. ૧ થી ૨ ડ્રીંક લેતા હો તો ૧ બાદ કરો
૩. ૩ થી ૪ ડ્રીંક લેતા હો તો ૪ બાદ કરો
૪. ૫ થી ૬ ડ્રીંક લેતા હો તો ૧૨ બાદ કરો
૫. ૭ થી ૯ ડ્રીંક લેતા હો તો ૨૦ બાદ કરો
૬ .૧૦ થી વધારે ડ્રીંક લેતા હો તો ૩૦ બાદ કરો

વિભાગ - ૬ કાર અને સ્કુટરના અકસ્માત
તમે કારમાં સિટ બેલ્ટ ના બાંધ્યો હોય કે હેલ્મેટ ના પહેર્યો હોય
૧. દર વખતે નિયમ પાળ્યો હોય તો સ્કોર ૮
૨. બિલકુલ નિયમ પાળ્યો ના હોય તો સ્કોર ૦
૩. કોઇકવાર નિયમ પાળ્યો હોય તો સ્કોર ૪

વિભાગ - ૭ માનસિક તનાવ
તમારે આખા વર્ષ દરમ્યાન તમારા જીવનમાં જે કાંઇ સારા કે માઠા પ્રસંગો બન્યા હોય તેની અસરથી તમારો જેટલો માનસિક તનાવ ઓછો વત્તો થયો તે નીચેની વિગતોની સામે તમારી બુદ્ધિ પ્રમાણે નક્કી કરો અને તે આંકડાનો સરવાળો કરો. ત્યાર પછી છેક છેલ્લે આપેલા આંકડા પ્રમાણે તમારો સ્કોર નક્કી કરો.
૧ પતી કે પત્નીનું મૃત્યુ ૧૦૦
૨ છુટાછેડા ૭૩
૩ શારિરીક સંબંધનો અભાવ ૬૫
૪ જેલવાસ- જેલની સજા ૬૩
૫ કુટુંબીજનનું મૃત્યુ ૬૩
૬ બિમારી કે અકસ્માતથી ઇજા ૫૩
૭ લગન થએલા હોય ૫૦
૮ નોકરીમાંથી છુટા કર્યા હોય ૪૭
૯ છુટાછેડા પછી ભેગા થયા ૪૫
૧૦ નોકરીમાંથી નિવૃત્તી ૪૫
૧૧ કુટુંબીજનની તબીયત બગડે ૪૪
૧૨ સગર્ભાવસ્થા ૪૦
૧૩ જાતીય સમસ્યાઓ ૩૯
૧૪ ઘરમાં નવા બાળકનું આગમન ૩૯
૧૫ ધંધામાં એડજસ્ટમેન્ટ ૩૯
૧૬ આર્થિક અવસ્થામાં ફેરફાર ૩૮
૧૭ ખાસ મિત્રનું અવસાન ૩૭
૧૮ નોકરી / ધંધામાં નવી જાતનું કામ ૩૬
૧૯ પતી/પત્ની સાથે દલીલોની સંખ્યા વધે ૩૫
૨૦ કોઇપણ બાબતની મોટી જામિનગીરી ૩૧
૨૧ જામિનગીરીની મુદત ઘટી જાય ૩૦
૨૨ નોકરી/ધંધામાં જવાબદારીમાં વધારો ૨૯
૨૩ દિકરો/દિકરી ઘર છોડે કે વિદાય ૨૯
૨૪ સાસરા પક્ષ સાથે અણબનાવ ૨૯
૨૫ પોતે પાર પાડેલું મહત્વનું કામ ૨૮
૨૬ પત્ની નોકરી/કામ છોડે કે કશું ના કરે ૨૬
૨૭ અભ્યાસની શરૃઆત કે પૂર્ણાહુતી ૨૬
૨૮ જે રીતે અને જયાં રહેતા હો તેમાં ફેરફાર ૨૫
૨૯ નાના મોટા કાયદાનો ભંગ કર્યો હોય  ૧૧
૩૦ નોકરીમાં શેઠ/ બોસ સાથે તકલીફ ૨૩
૩૧ નોકરીના કલાકો અથવા કામમાં ફેરફાર ૨૦
૩૨ ઘર બદલવાનું હોય ૨૦
૩૩ કોલેજ છોડવાની કે બદલવાની ૨૦
૩૪ કુટુંબ સાથેના રીક્રિએશનમાં ફેરફાર ૧૯
૩૫ તહેવારો અને ધાર્મિક ક્રિયાઓ ૧૯
૩૬ સોશ્યલ એકટીવીટીમાં ફેરફાર ૧૮
૩૭ લોન ઉપર પૈસા લીધા હોય ૧૭
૩૮ સુવાની ટેવ અને સમયમાં ફેરફાર ૧૬
૩૯ ફેમીલી ગેટ ટુ ગેધરની જવાબદારી ૧૫
૪૦ જમવાની પધ્ધતી કે ખોરાકમાં ફેરફાર ૧૫
૪૧ વેકેશનમાં બહારગામ જવાનું હોય ૧૩
૪૨ ધાર્મિક તહેવારોની ઉજવણી ૧૨

સુચના ઃ-
જો તમારા આંકનો સરવાળો
૧૫૦ થી નીચે હોય તો ૦ સ્કોર
૧૫૦ થી ૨૫૦ હોય તો ૪ સ્કોર
૨૫૦ થી ૩૦૦ હોય તો ૭ સ્કોર
૩૦૦ કે તેનાથી વધારે હોય તો ૧૦ સ્કોર

વિભાગ ઃ ૮ - અંગત વિગતો (પર્સનલ હિસ્ટ્રી)
૧.    જેને ટી.બી. થયો હોય તેવી વ્યકિત સાથે એક વર્ષ કે તેથી વધારે વખત સતત સંપર્કમાં રહ્યો છો    ૪ બાદ કરો
૨.    તમારે વારે વારે એક્ષરે પડાવવા પડયા હોય અથવા કોઇરોગ માટે રેડીએશન ટ્રીટમેન્ટ લીધી હોય    ૬ બાદ કરો
૩.    તમે કોઈ ફેકટરીમાં કામ કરો છો જયાં ઝીણી રજ (સિમેન્ટ, એસ્બેસ્ટોસ, પથ્થરની ખાણ) ઉડતી હોય    ૨ બાદ કરો
૪.    તમે કોઇ કેમીકલ ફેકટરીમાં કામ કરો છો જયાંના ઝેરી વાયુ તમારા શ્વાસમાં જતા હોય        ૪ બાદ કરો
૫.    કોઇ મોટા શહેરમાં (જયાં પ્રદુષણ વધારે હોય) તમે રહો છો અથવા નોકરી- ધંધો કરવા જાઓ છો    ૬ બાદ કરો
૬.    પત્ની-પતિ સિવાયના જાતીય સંબંધ છે     
        ??????????
૭.    ૧૮ વર્ષ કે તેપહેલા જાતીય સંબંધ શરૃ કર્યો છે. (આ સવાલ સ્ત્રીઓ માટે કેન્સરની શકયતા માટે છે.)    ૧ બાદ કરો

વિભાગ - ૯ ફેમીલી હિસ્ટ્રી
૧    કુટુંબમાં મા, બાપ, ભાઈ કે બહેનને તેમની ઉંમરના ૪૦ વર્ષ પહેલા હાર્ટ એટેક આવ્યો હોય તો    ૪ બાદ કરો
૨    દાદા, દાદી, નાના નાની કાકા, ફોઇમાંથી કોઇને તેમની ૪૦ વર્ષની ઉંમર પહેલાં હાર્ટ એટેક આવ્યો હોય તો    ૧ બાદ કરો
૩    પિતા, માતા ભાઇ કે બહેનને તેમની ઉમરના ૨૫ વર્ષ પહેલા ડાયાબીટીસ થયો હોય તો    ૬ બાદ કરો
૪    દાદા, દાદી નાના નાની કાકા કે ફોઇને તેમની ૨૫ વર્ષની ઉંમર પહેલા ડાયાબીટીસ થયો હોય તો    ૨ બાદ કરો
૫    પિતા, માતા, ભાઇ કે બહેનને તેમની ઉંમરના ૨૫ વર્ષ પછી ડાયાબીટીસ થયો હોય તો    ૨ બાદ કરો
૬    દાદા, દાદી, નાના, નાની કાકા કે ફોઇને તેમની ૨૫ વર્ષની ઉંમર પછી ડાયાબીટીસ થયો હોય તો    ૧ બાદ કરો
૭    તમારા પિતા, માતા, ભાઇ કે બહેનને હાઇ બીપીનું દરદ હોય ને દવા લેતા હોય તો    ૨ બાદ કરો
૮    તમારા દાદા, દાદી, નાના, નાની કાકા કે ફોઇને હાઈ બીપીનું દરદ હોય ને દવા લેતા હોય તો    ૧ બાદ કરો
૯    તમારા માતા, પિતા, દાદા દાદી નાના નાની ભાઇ બહેન કાકા અને ફોઇને ઝામર (ગ્લુકોમા) હોય તો    ૨ બાદ કરો
૧૦    તમારા માતા, પિતા, દાદા, દાદી નાના નાની ભાઈ બહેન કાકા અને ફોઇને ગાઉટનું દરદ હોય તો    ૧ બાદ કરો
૧૧    (સ્ત્રીઓ માટે) તમારા માતા કે બહેનને સ્તનનું કેન્સર હોય તો    ૪ બાદ કરો
વિભાગ - ૧૦ મેડીકલ ચેકઅપ
૧    તમે દર વર્ષે બી.પી.ની તપાસ કરાવતા હો તો    ૪ ઉમેરો
૨    (સ્ત્રીઓ માટે) દર મહિને તમારીજાતે સ્તનના કેન્સર માટે તપાસ કરતા હો કે ડોકટર પાસે દર વર્ષે કરાવો તો    ૨ ઉમેરો
૩    (સ્ત્રીઓ માટે) ગર્ભાશયના કેન્સર માટે દર વર્ષે પેપસ્મીયર ની તપાસ કરાવતા હો તો    ૨ ઉમેરો
૪    ટી.બી.ની તપાસ માટે મેન્ટોક્ષટેસ્ટ ચામડીનો દર પાંચ વર્ષે કરાવતા હો તો   
      

છેલ્લી સુચના
તમારા ઉપરના દસ વિભાગનો ઉમેરવાનો અને બાદ કર્યા પછીનો સ્કોર નક્કી કરી તેમાં ૨૦૦ ઉમેરો. આ તમારો આયુષ્યનો આંકડો ગણાય.
ઉપરના બધા વિભાગમાં એવું પણ બને કે કોઇ બાબતની તમને ખબર ના હોય અથવા જવાબ જડતો ના હોય અને સ્કોર કેટલો લખવો એની મુંઝવણ હોય ત્યાં અત્યારે ૦ (ઝીરો) લખશો. બધા જ વિભાગના બધા જ સવાલ જવાબ તો તમારે લખવાના જ છે. તમને જે જે ઠેકાણે માઇનસ (બાદ કરવાના) મળ્યા હોય તેમાં પણ ફેમીલી હિસ્ટ્રી અને સ્ટ્રેસ (માનસિક તનાવ) તેમજ એકસીડંટમાં કદાચ તમે કોઇ મોટો ફેરફાર ના કરી શકો પણ તમારે ૧૭૦ થી સ્કોર વધારી ૨૫૦ સુધી લઇ જવો તમારા હાથમાં છે. કારણ કે જે બદલી શકાય તેવા વિભાગ ૧. કસરત ૨. વજન અને ૩. ખોરાકમાં ફેરફાર કરવાનું તમારા હાથમાં છે. થોડો વીલ પાવર (નિશ્ચય શક્તિ) વધારો તો એ શકય છે. છેલ્લે હવે તમારું આયુષ્ય તમારા સ્કોર પરથી નક્કી કરવું હોય તો નીચેનો કોઠો જુઓ.


 
< પાછળનુ   આગળનુ >