|
સ્પોર્ટસ્ મીટમાં પી ટી ઉષા સાથે ગેરવર્તન |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 06 ઓક્ટોબર 2009 |
(પી.ટી.આઇ.)
ભોપાલ તા.૬ ઓગણપચાસમાં રાષ્ટ્રીય ઓપન એથ્લેટિકસ મીટમાં પોતાને અપાયેલા ખંડેર જેવા રહેઠાણ માટે દંતકથા રૃપ રનર પી ટી ઉષાએ સ્પોર્ટસ્ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની ઝાટકણી કાઢી હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઉષાની આંખો આંસુથી છલકી પડી હતી.
દેશભરમાંથી આવેલા ખેલાડીઓ વ્યાયામ વીરો સાથેના સરકારી
અધિકારીઓના વર્તનથી ઉષા ડઘાઇ ગઇ હતી. જો કે સરકારી અધિકારીઓએ પાછળથી
ઉષાની માફી માગી હતી.
આયોજકોએ અહીંની સાઇ
હોસ્ટેલમાં ઉષાનો ઉતારો રાખ્યો હતો પરંતુ ઉષાએ એ વ્યવસ્થાને હલકા ધોરણની
ગણાવી હતી અને બીજી વ્યવસ્થાની માગણી કરી હતી. 'મને આવી વ્યવસ્થા મળે તો
બીજા ખેલાડીઓની સ્થિતિ કેવી હશે એ તમે કલ્પી લો' એમ ઉષાએ પત્રકારોને
કહ્યું હતું.
|