|
ઇન્ડોનેશિયામાં ફરી ભૂકંપનો ભારે આંચકો ઃ હજારોનાં મોતનો ભય |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 01 ઓક્ટોબર 2009 |
|
(પી.ટી.આઇ.)
જાકાર્તા તા.૧અગાઉ આવેલા ભૂકંપના અગ્નિ ખૂણે સુમાત્રા ટાપુ પર આજે આવેલા ૭.૦ ની તીવ્રતાના ભૂકંપના આંચકાના પગલે હજારો લોકો માર્યા ગયા હોવાનો ભય સેવાય છે એમ અધિકારીઓએ કહ્યું હતું.
ભૂકંપગ્રસ્ત શહેર પદાંગથી ૨૨૫ કિલોમીટર દૂર અગ્નિ ખૂણે
આવેલા ભૂકંપના આ આંચકોે સવારે ૮.૫૨ વાગ્યે આવ્યો હતો. અમેરિકી
ભૂકંપશાસ્ત્રીએાએ આ આંચકાને ૬.૮ની તીવ્રતાનો ગણાવ્યો હતો.
ઇન્ડોનેશિયાના જીઓલોજી વિભાગે જણાવ્યું હતું કે ઘણા ગીચ
વસ્તિવાળા શહેરી વિસ્તારમાં આ આંચકાની અસર થઇ છે પરંતુ હજુ ક્યાંયથી
ખુવારીની વિગતો મળી નથી.ગઇ કાલે પશ્ચિમ સુમાત્રામાં આવેલા ભૂકંપના આંચકાની
અસરથી આજનો આંચકો આવ્યો હશે.
|