|
અફઘાન પ્રજાને ચૂંટણી પાર પાડવા માટે યુનોના અભિનંદન |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 21 ઓગસ્ટ 2009 |
|
(પી.ટી.આઇ.)
યુનાઇટેડ નેશન્સ તા.૨૧ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પ્રમુખપદની ચૂંટણી ખોરવી નાખવાની આપેલી ધમકીના પગલે સર્જાયેલા પડકારભર્યા વાતાવરણથી ડર્યા વિના મતદાન કરનારી અફઘાન પ્રજાને યુનાઇટેડ નેશન્સના મહામંત્રી બન કી મૂન અને પંદર સભ્યોની બનેલી સલામતી સમિતિએ અભિનંદન આપ્યાં હતાં.
યુનોની સલામતી સમિતિએ એક નિવેદનમાં અફઘાન પ્રજાને અભિનંદન
આપતાં જણાવ્યું હતું કે તમામ અફઘાન લોકોને કામ મળે એવી અર્થવ્યવસ્થા
સ્થાપવામાં તેમજ સુવહિવટ, સુરક્ષા અને ન્યાય ભરેલું તંત્ર સ્થાપવામાં અમે
તમારી સાથે છીએ. નવી સરકારનો સૌને સહકાર મળે એ જરૂરી છે.
યુનોના મહામંત્રી બન કી મૂને અત્યંત પડકારભર્યા વાતાવરણમાં
ચૂંટણી યોજવામાં સાથ સહકાર આપનારી તમામ સંસ્થાઓ અને ચૂંટણી પંચને પણ
અભિનંદન આપ્યાં હતાં.
સ્વતંત્ર અફઘાન ચૂંટણી પંચે યોજેલી આ ચંૂટણીમાં એક કરોડ
સિત્તેર લાખ મતદારો નેાંધાયેલા હતા અને બે મહિલા સહિત કુલ ૪૧ ઉમેદવારો
પ્રમુખપદની ચૂંટણી લડ્યાં હતાં.
|