Last Updated:19 ડિસેમ્બર 2011

મગજની સારવારને નામે વિદેશી મહિલા સાથે લાખોની છેતરપીંડી છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 04 ઓગસ્ટ 2009
(પી.ટી.આઇ.)
ચેન્નાઇ તા.૪ હાલ સ્વીત્ઝરલેન્ડમાં વસતી મૂળ શ્રીલંકાની એક મહિલાએ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરીને અન્યો ઉપરાંજત પોતાની સાથે છેતરપીંડી કરનારા એક માણસ સામે સીઆઇડી તપાસ કરવાની માગણી કરી હતી. આ માણસે પોતે મગજની કોઇ પણ બીમારીની સારવારના નામે લાખોની છેતરપીંડી કરી હતી.

વિજય કુમાર નામના એક માણસે પોતે મગજની કોઇ પણ બીમારી સારી કરી શકે છે એવો દાવો એક ટીવી ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. એ ટીવી ઇન્ટરવ્યૂ જોઇને એન પુષ્પારત્નમ ૨૦૦૬ના ઑગસ્ટમાં પોતાના બીમાર પુત્રને લઇને ચેન્નાઇ આવ્યાં હતાં. તેમના પુત્રને વાઇરલ ફિવર થયો એ પછી તેની દ્રષ્ટિને ઝાંખપ આવી ગઇ હતી અને એ સેરેબ્રલ પાલ્સીનો ભોગ બનેલો હતો.

વિજયકુમાર સાથે કન્સલ્ટીંગ થયા પછી વિજયે એવો દાવો કર્યો હતો કે જો તમે રૃા. ૧૫ લાખ ખર્ચવા તૈયાર હો તો તમારા દીકરાને સારું થઇ શકે છે. પુષ્પારત્નમે પંદર લાખ ચૂકવી આપ્યા. ત્રણ મહિનાની સારવાર પછી પણ સારું ન થતાં ૨૦૦૬ ના નવેંબરમાં તેઓ ફરી વિજયકુમારને મળ્યાં હતાં.

એમને કહેવામાં આવ્યું કે તમારા દીકરાને ખાસ સારવારની જરૃર છે અને એ સારવાર માટે બેઠક દીઠ રૃા. બે લાખનો ખર્ચ થશે. એ ખર્ચ પણ ચૂકવી દેવામાં આવ્યો. કુલ ચાર બેઠક થઇ જેના રૃા. ૮ લાખ ચૂકવી દેવામાં આવ્યા પરંતુ છોકરાને સારું ન થયું.

ફરી એક 'ખાસ સારવાર'ના નામે બીજા રૃા.સાતેક લાખ વસૂલ કરવામાં આવ્યા. એ પછી પણ સારું થયું નહીં. આખરે એ મહિલાએ વિજયકુમાર સામે પોલીસ ફરિયાદ કરી.

 

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી