Last Updated:19 ડિસેમ્બર 2011

સુષ્મા સ્વરાજને મધ્યપ્રદેશ હાઈકોર્ટે નોટિસ ફટકારી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 17 જુલાઇ 2009

Image(પીટીઆઈ)    જબલપુર,
મધ્યપ્રદેશ વડી અદાલતે ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજને વિદિશા સંસદીય બેઠક પરની ચૂંટણી અંગે કરાયેલી અરજીને પગલે નોટીસ ફટકારી છે. ન્યાયાધીશ કે કે લાહોતિએ આ નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી જીત્યા છે.

વિદિશા સંસદીય બેઠક પરથી સુષ્માની ચૂંટણીને પડકારતી અરજી પણ દાખલ

લાહોતિએ તેમની અરજીમાં જણાવ્યું છે કે કોંગ્રેસના નેતા રાજકુમાર પટેલના કહેવા પ્રમાણે તેમણે તેમના ઉમેદવારી દસ્તાવેજોમાં ફોર્મ 'એ' જોડયું હતું છતા સુષ્મા સ્વરાજને ચૂંટણીમાં વિજયી બનાવવા માટે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. પટેલે જણાવ્યું હતું કે તેઓ જીલ્લાના નોંધણી અધિકારી પાસે ફોર્મ 'એ'ની ફોટોકોપી અને ફોર્મ 'બી'ની અસલ લઇને ગયા હતાં. તેમણે નિયમ પ્રમાણે સમયસર ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસના નેતાએ માગણી કરી હતી કે સ્વરાજની ચૂંટણી રદબાતલ કરવી જોઇએ કારણ કે તેમને જીતાડવા માટે અહીં પોતાના દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હતા. પટેલના વકિલ મનોજ શર્માએ જણાવ્યું હતું કે પટેલે સ્વરાજની ચૂંટણીને પડકાર્યા પછી અદાલતે પણ સ્વરાજને નોટીસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજે વિદિશા બેઠક પરથી ત્રણલાખ મતોની સરસાઇ સાથે જીત મેળવી છે. અહીં રાજકુમારની પટેલની ઉમેદવારી ૨દ થયા બાદ સ્વરાજ સામે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહોતો. તાજેતરમાં જ કોંગ્રેસના હાઈકમાન્ડે આ ઉમેદવારી પત્રો નકારાતા રાજકુમાર પટેલને બરતરફ કર્યા છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી