Last Updated:19 ડિસેમ્બર 2011

ધર્માંતર, પુનઃ ધર્માંતરને કારણે કંધમાલમાં હિંસાચાર થયો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 03 જુલાઇ 2009
(પી.ટી.આઇ.)
ભુવનેશ્વર તા.૩ ધર્માંતર અને ફરી ધર્માંતરને કારણે ગયા વરસે ઓરિસાના કંધમાલ વિસ્તારમાં હિંસાચાર થયો હતો એમ આ હિંસાચારની તપાસ કરી રહેલા અદાલતી પંચે ક્હ્યું હતું.

૪૩ વ્યકિતનો ભોગ લેનાર અને સંખ્યાબંધ ઘરો તથા ગિરિજાઘરોનો નાશ કરનારા આ હિંસક બનાવોની પાછળ ઘણાં ઊંડાં કારણો રહેલાં હતાં. એમાં જમીનના ઝઘડા ઉપરાંત ધર્માંતર અને પુનઃ ધર્માંતરે પણ ઘણો મોટો ભાગ ભજવ્યો હતો એમ જસ્ટિસ એસ સી મોહપાત્રના એક વ્યકિતના બનેલા પંચે પોતાના વચગાળાના હેવાલમાં જણાવ્યું હતું.

જો કે તેમણે ધર્માંતર ને પુનઃ ધર્માંતરના મુદ્દે વધુ કોઇ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

જસ્ટિસ મોહપાત્રે કહ્યું હતું કે પછાત વર્ગો અને પદદલિતોમાં પરસ્પર શંકા અને અવિશ્વાસને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી એમ તેમણે કહ્યું હતું.   

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી