|
લશ્કરની ત્રણે પાંખો પછી હવે પોલીસ અને પેરા મિલિટરી નારાજ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 15 ઓક્ટોબર 2008 |
પગાર પંચની ભલામણો વિરુદ્ધ રજૂઆત કરી
પગાર પંચની ભલામણો અંગે લશ્કરની ત્રણે પાંખોએ વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે
કેન્દ્રીય પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોએ એ ભલામણોનો વિરોધ કરીને પોતાને
લશ્કરી દળોની બરાબરીનો પગાર આપવાની માગણી કરી છે.
લશ્કરી દળોની માગણી અંગે કેન્દ્ર સરકારે વિદેશ પ્રધાન પ્રણવ મુખરજીની આગેવાની હેઠળ ત્રણ પ્રધાનોની સમિતિ રચ્યા બાદ કેન્દ્રીય પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોએ પણ તેમના પગાર ધોરણ અંગે રાજકીય દરમિયાનગીરીની માગણી કરવા વિચાર્યું છે.
ઇન્ડો- તિબેટ સરહદી પોલીસ, સીમા સુરક્ષા દળ, કેન્દ્રીય અનામત પોલીસ દળ અને સશસ્ત્ર સીમા બલના ઉપરીઓ ગૃહસચિવ મધુકર ગુપ્તાને મળીને પોતપોતાના સેકંડ ઇન કમાન્ડ (બીજા ક્રમના અધિકારીઓ)ને પે-બેન્ડ ફોરમાં સમાવેશ કરાય તો અમારા સેકંડ ઇન કમાન્ડ અફસરોને પણ એ જ પે બેન્ડમાં સમાવી લેવા જોઈએ.
લશ્કરની ત્રણે પાંખના વડાઓએ કર્નલ લેફ્ટનંટ પગાર ધોરણો અંગે રજૂઆત કરીને છઠ્ઠા પગાર પંચની ભલામણો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને એમની રજૂઆત સ્વીકારીને વડાપ્રધાને પ્રણવ મુખરજીની આગેવાની હેઠળ ત્રણ પ્રધાનોની સમિતિ રચી છે.
|