Last Updated:19 ડિસેમ્બર 2011

ravi.jpg
જેટ એરવેઝે જેટ ગતિએ ૧૦૦૦ કર્મચારીઓને છૂટા કરતાં હોબાળો, રાજ ઠાકરેનો વિરોધ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 15 ઓક્ટોબર 2008
Imageકિંગ ફિશર એરલાઈન સાથેના ગઠબંધનના બીજા જ દિવસે જેટ એરવેઝે જેટ ગતિથી પોતાના ૧૦૦૦ જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કરતાં ખળભળાટ મચી ગયો હતો. જેટના છૂટા કરાયેલા કર્મચારીઓએ આજે ઓફિસની સામે ઉગ્ર દેખાવો યોજીને કંપનીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. બીજી તરફ જેટ એરવેઝના નિર્ણયથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે ક્રોધીત થયા હતા અને તેમણે કંપનીને ધમકી આપી હતી કે, જો તેઓ છૂટા કરાયેલા કર્મચારીઓને ફરજ ઉપર પરત નહીં બોલાવે તો મૂંબઈ એરપોર્ટ પરથી જેટ એરવેઝની એક પણ ફ્લાઈટ ઉડવા દેવામાં નહીં આવે.

સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, વૈશ્વિક મંદી અને એર ટર્બાઈન ફ્યુઅલની કિંમતોમાં થયેલા વધારાથી ખાનગી એરલાઈન કંપનીઓને ભારે નુકસાન વેઠવુ પડે છે. આ સમસ્યાના સમાધાન માટે ખાનગી એરલાઈન કંપની કિંગ ફિશર અને જેટ એરવેઝ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યુ હતુ. આજે બંને એરલાઈન કંપનીએ એર ઈન્ડીયા સાથે ગઠબંધનનો પ્રસ્તાવ મુકીને એરલાઈન કંપનીઓને નુકસાનમાંથી બચાવવાનો વિકલ્પો સુઝાવ્યો હતો. બીજી તરફ જેટ એરવેઝે આજે કંપનીના લગભગ ૧૦૦૦ જેટલા કર્મચારીઓને ફરજ મુક્ત કર્યા હતા. છુટા કરાયેલા સુશિક્ષીત કર્મચારીઓએ કંપનીના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એકત્રીત થયેલા કર્મચારીઓએ કંપનીની ઓફિસ સામે જ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કેટલાક કર્મચારીઓએ આ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને મળ્યાં હતા.

તેમની સમસ્યા સાંભળીને રાજ ઠાકરે ક્રોધીત થઈ ઉઠયાં હતા અને તેમણે તાત્કાલીક ધોરણે નિવેદન આપ્યુ હતુ કે, જેટ એરવેઝ દ્વારા જો છૂટા કરાયેલા કર્મચારીઓને પાછા કામ પર નહીં લેવામાં આવે તો, તેમનુ સંગઠન મૂંબઈના તમામ એરપોર્ટ પરથી જેટ એરવેઝનું એક પણ વિમાન ઉડવા નહીં દે.

 
< પાછળનુ   આગળનુ >