|
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા માટે મકકમ |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008 |
|
અમે મિની વર્લ્ડ કપના આયોજનના હક્કો પાછા નહીં આપીએ
કરાચી,
આઇસીસીના ભૂતપૂર્વ પ્રમુખ અહેસાન માનીએ પીસીબીને ચેમ્પિયન્સ ટ્રોફીની
યજમાનીના હક્કો પાછા આપી દેવાની સલાહ આપી હતી પણ બોર્ડ આખા મામલાને
પ્રતિષ્ઠાનો જંગ બનાવી રહ્યું છે. પીસીબીએ મક્કમતાપૂર્વક જાહેરાત કરી છે
કે, અમે ચેમ્પિયન્સ ટ્રોફીના હક્કો પાછા નહી આપીએ. અમ સ્પર્ધાનું આયોજન
કરીશુ જ.
પીસીબીના પ્રવક્તા મંસૂર સુહાલે કહ્યું કે, માનીએ તેમનો દ્દષ્ટીકોણ રજુ કર્યો છે પણ અમે તો ચેમ્પિયન્સ ટ્રોફીનું આવતા વર્ષે આયોજન કરવા માટે મક્કમ છીએ. જે કોઇ મુદ્દા છ તે વાતચીત મારફતે ઉકેલી શકાય છે. અમ ચેમ્પિયન્સ ટ્રોફીના હક્કો પાછા આપવાના નથી.ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી આઠમાંથી પાંચ ટીમોએ પાકિસ્તાનની ધરતી પર પોતાની ટીમને રમાવા ન મોકલવાનો નિર્ણય જાહેર કરતાં આઇસીસીએ મિની વર્લ્ડ કપ ટુર્નામેન્ટને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. આવતા વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી જો પાકિસ્તાનમાં રમાશે તો પણ ગોરા દેશો તેમની ટીમો ન મોકલે તેવી શક્યતા છે.
|