|
વેચાણવેરો - વ્યવસાય વેરાની જવાબદારી.... |
|
|
|
શેરબજાર પૂર્તિ
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2008 |
સપ્ટેમ્બર માસમાં વ્યવસાયીઓને વ્યવસાય વેરો ભરવાનો હોય છે.
ચાલુ વર્ષે વ્યવસાય વેરો ભરવાની રકમો તથા કઈ સત્તાને વેરો ભરવો તે બાબતે
મહત્વના ફેરફાર થયા છે. જે બાબતે અત્રે અમારા વાંચકોને જરૃરી માહિતી આપી
છે.
કેટલો વ્યવસાય વેરો ભરવો ? નવા દર લાગુ પડે
વ્યવસાય વેરા કાયદામાં આવેલા સુધારા મુજબ, વ્યવસાય વેરો ભરવાના દર જુના પ્રમાણે ન સમજવા. નવા જે દર અમલમાં આવેલા છે.તે પ્રમાણે વ્યવસાય વેરો ભરવાનો થાય. વ્યવસાય
વેરા કાયદાની કલમ ૩ ના પેટા કલમ-૨માં નવા પ્રકારની જોગવાઇ આવી છે, જે મુજબ
'ડેઝીગ્મનેટેડ ઓથોરિટી' એટલે કે નિયુકત સત્તાધીશ જે વ્યવસાય વેરાની રકમ
નક્કી કરે તે પ્રમાણે તેટલો વ્યવસાય વેરો ભરવાનો થાય.
નિયુકત સત્તાધિશો પૈકી કોઈએ હજુ સુધી કોઈ રકમ નિશ્ચિત કરી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી, જેથી કાયદાની સુધારેલ કલમ ૩(૨)ના ત્રીજા પ્રોવાઈજો મુજબ રાજય સરકારે જે ન્યૂનતમ દર નિશ્ચિત કર્યા છે તે મુજબ નિયુકત સત્તાધીશને વ્યવસાય વેરો ભરવાનો થાય.
એક થી વધુ એન્ટ્રી લાગતી હોય તો ?
પરિશિષ્ટ-૧ માં અનેક એન્ટ્રીઓ છે. અને તે એન્ટ્રીઓમાં જુદા જુદા દરે જુદી જુદી રકમનો વ્યવસાય વેરો ભરવાનો જાહેર કરેલ છે. તે પૈકી કોઇને એકથી વધુ એન્ટ્રી લાગુ પડતી હોય તેવું બની શકે. ને તે મુજબ ઓછી કે વધુ રકમ ભરવાની થતી હોય તેવું બને. તેવા કિસ્સામાં કલમ ૩ના પેટા કલોઝ (૩) મુજબ જે એન્ટ્રી નીચે વધુમાં વધુ ભેરો ભરવાનો થાય તેટલો ભરવો પડે.
બધી જ જગ્યાના નિયુકત સત્તાધીશોને વ્ય. વેરો ભરવો પડે ?
એવું બને કે કોઈ મોટા ધંધાકીય ગૃહને ઘણી ધંધાકીય જગ્યાઓ હોય, અને તે જુદા જુદા સત્તાધીશોની હકુમતમાં હોય, ને તેવા દરેક સત્તાધીશો કાયદા મુજબ વ્ય. વેરો માંગે. પ્રશ્ન એવો થાય છે કે તે દરેક સત્તાધીશને વ્ય. વેરો ભરવો પડે ?
જવાબ છે 'ના.' કેમ કે કલમ ૩ માં પેટા ક્લોઝ (૫) દાખલ કરવામાં આવ્યો છે ને તે બહુ લાભદાયક છે. સદર પેટા કલોઝ (૫) મુજબ જયારે એકથી વધુ નિયકુત સત્તાધીશોને ('ડેઝીગ્નેટેડ ઓથોરીટીઓને') વ્ય. વેરો ભરવાનો થાય ત્યારે જે સત્તાધીશને વધુમાં વધુ વેરો જે ભરવાનો થતો હોય તે સત્તાધીશને ભરવાનો, ને બીજા કોઈને ભરવાનો નહિ.
નવા નિયમ ૪બી મુજબ 'રકમ ભર્યાની પહોંચ' તે 'સર્ટિફિકેટ' એટલે કે 'પ્રમાણપત્ર' ગણાશે, અને તે પ્રમાણપત્રની સાચી નકલ અન્ય સંબંધિત સત્તાધીશોને આપી દેવાથી, તે સત્તાધીશ તેને વ્ય. વેરો ભરવા. આગ્રહ કરી શકશે નહિ.
અલગ અલગ એન્ટોસ્મેન્ટ સર્ટિ.
ઉપર જણાવ્યું છે કે અલગ અલગ સત્તાધીશોની હકુમતમાં વેપારીની ધંધાની જગ્યા હોય તો તે દરેક જગ્યાએ વ્યવસાય વેરો ભરવાન ોનથી. પરંતુ નિયમ ૪ ના પેટાક્લોઝ ૨ મુજબ જે જે નિયુકત સત્તાધીશના મુલકમાં કામ ધંધાની જગ્યા હોય એ બધાં જ નિયુકત સત્તાધીશો પાસેથી અલગ અલગ એનરોલમેન્ટ સર્ટિફિકેટ લેવા પડે તેવી જોગવાઈ તો પાછી છે જ. ફકત બધે વેરો ભરવાનો નથી.
ફરીથી યાદ રાખવાનું કે જે જે સત્તાધીશોની હકુમતમાં કામ-ધંધાની જગ્યા હોય અને તે માટે એનરોલમેન્ટ સર્ટિલીધુ હોય તો તે બધી જગ્યાએ, અગાઉ સમજાવ્યું છે તેમ વેરો
ભરવાનો નથી. પરંતુ બધી જગ્યાઓ પૈકી એક જ જગ્યા કે જયાં મહત્તમ વેરો ભરવાનો
થાય તે જગ્યાએ જ વ્યવસાય વેરો ભરવો પડે.
વ્યવસાય વેરો કેટલો ભરવો પડે ?
અગાઉ જે વ્યવસાયીઓ ને વેપારીઓ માટે વ્ય. વેરો ભરવા માટે જે
વર્ગોની જાહેર કરેલ તે વર્ગો ચાલુ જ છે. તેમાં નવું ઉમેરણ નથી. પણ નીચેના
ફેરફાર ધ્યામાં રાખવા જેવાં છે.
(૧) વેરો ઓછો ભરવાનો પણ થાય.
જેઓની જગ્યા જીલ્લા પંચાયતમાં હોય તેમને માટે વ્ય. વેરાનો દર ફકત રૃ. ૫૦૦/- છે. મ્યુનિસિપાલિટીની હદમાં જેમની જગ્યા હોય તેમને રૃ. ૧૦૦૦/- ભરવાના છે. જયારે મ્યુ. કોર્પો.ની હદમાં જગ્યા હોય તેમને રૃ. ૨૦૦૦/- ભરવાના છે. કોઇ નિયુકત સત્તાધીશે આથી વધુ વેરો જાહેર કરેલ જાણ્યું નથી. પણ જો તેવો જાહેર થયો હોય તો તે પ્રમાણે લાગે.
(૨) પબ્લીક લીમીટેડ કે પ્રાઇવેટ લીમીટેડ કું.ના ભેદ નવા ફેરફારમાં રહ્યો નથી.
(૩) વેપારી વર્ગ માટે વેપારી પંચાયત, મ્યુનિ હદ કે મ્યુ. કોર્પો.ની હદમાં હોય પણ તે બધા માટે નીચે મુજબ.
(અ) રૃ. ૨૫૦,૦૦૦/-ની હેરફેર સુધી કાંઈ નહિ ભરવાનું.
(બ) રૃ. અઢી લાખથી રૃ. પાંચ લાખ સુધી ફકત રૃ. ૫૦૦/- ભરવાના.
(ક) રૃા. પાંચથી રૃા. દસ લાખ સુધી ફક્ત રૃા. ૧૨૫૦/- ભરવાના.
(૪) પરંતુ રૃપિઆ દસ લાખથી વધુ ફેરફેર હોય તો રૃ. ૨૪૦૦/- જેટલી ખૂબ મોટી રકમ ભરવાની છે.
આમ વેપાર કરતી સંસ્થાઓ કંપનીઓ, વિ.ને રૃ. ૨૪૦૦/- ની જવાબદારી આવી શકે.
અગાઉની મુકિતઓ રદ થઇ ગઇ છે.
અગાઉ સીનીઅર સીટીઝન મુકત હતા. વળી આવકને આધારે પણ મુકિત આપેલી. વિકલાંગોને પણ પૂર્ણ કે અંશતઃ મુકતિ હતી. આ બધી મુકિતઓ રદ થઇ ગઈ છે.
|