Last Updated:19 ડિસેમ્બર 2011

ravi.jpg
સાયમંડ્સ વર્તન સુધારી પરત ફરવા માટે મક્કમ છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 10 સપ્ટેમ્બર 2008
સાથી ક્રિકેટરોએ સાયમંડ્સ તરફ સહાનુભૂતિ વ્યક્ત કરી

બ્રિસબેન,
સાયમંડ્સે વર્તન સુધારીને ઓસ્ટ્રેલિયન ટીમમાં પુનરાગમન કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગેરવર્તણૂંક બદલ ઓસ્ટ્રેલિયન ટીમમાંથી સ્થાન ગુમાવનારો સાયમંડ્સ બ્રિસબેન ખાતેના ઘરે પહોચ્યો હતો. તેણે મિડીયા સાથે ડાર્વિનમાં બનેલી ઘટના અંગે કોઇ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
સાયમંડ્સ બ્રિસબેન ખાતેના ઘરે પહોંચ્યો

સાયમંડ્સે કહ્યું કે, મારે મારા તમામ સમર્થકોનો આભાર માનવો છે. જેમણે મને આ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. મને કહેવામાં આવ્યુ છે કે મારા માટે શું મહત્વનું છે તે અંગે મારે નિર્ણય લેવાનો છે. હું ટુંક સમયમાં વિચારણા બાદ નિર્ણય લઇશ. સાયમંડ્સના મેનેજર ફેરોને કહ્યું કે, તે હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતો રહેવા માંગે છે. જે માટે તે વર્તન સુધારવા માટે પણ તૈયાર છે.
ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓએ સાયમંડ્સ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. માઇકલ હસીએ કહ્યું કે, સાયમંડ્સ સ્પિનરો સામે ખુબ જ સારુ રમે છે. મેચ અગાઉ જે ઘટના બની તે નિરાશાજનક હતી. મને આશા છે કે સાયમંડ્સ આ બધામાંથી બહાર આવીને ભારત પ્રવાસ માટેની ટીમમાં જોડાશે. ઓસ્ટ્રેલિયાનું પ્લેયર્સ એસોસિએશન પણ સાયમંડ્સને મદદ કરવા તૈયાર છે.

 
< પાછળનુ   આગળનુ >