આ દુનિયામાં પોતાના શરીરને પ્રયોગશાળા બનાવનારા લોકો ઘણી સંખ્યામાં છે.
આમાં પણ વિશેષ કરીને શરીરની તંદુરસ્તી કેવી રીતે રાખવી તે વિષે અડધુંપડધું
જ્ઞાાન ધરાવનારા 'કોકે કહ્યું' અથવા 'છાપામાં આવ્યું' કે તરત જાણકારને કે
ડોકટરને પૂછ્યા વગર ન કરવા જેવી બધી જ વસ્તુઓ એક સાથે અમલમાં મૂકે અને
તેમના શાંતિથી ચાલતા જીવનમાં ખળભળાટ મચી જાય એવું ખરાબ પરીણામ આવે. આજે
મારે તમને થોડી એવી બાબતો વિષે જણાવવાનું છે કે જેનો તમે સમજપૂર્વક અને
પ્રમાણસર ઉપયોગ કરો તો તમને કશો જ વાંધો ના આવે અને આજીવન તમારી
તંદુરસ્તી જળવાઇ રહે.
૧. ડાયેટીંગની ઘેલછા
આજકાલ નાના મોટા સૌ સ્ત્રી-પુરૃષોને વજન ઓછું કરવાની ઘેલછા ઉપડી છે. ૧૫થી
૫૦ વર્ષ સુધીની સ્ત્રીઓને ઐશ્વર્યા રાય અને શિલ્પા શેટ્ટી જેવી ઝીરો ફીગર
જોઇએ છે. પુરૃષોને એજ પ્રમાણે હૃતીક રોશન અને સલમાન ખાન જેવું સરસ શરીર
જોઇએ છે. પણ ભાઇઓ અને બહેનો, એટલો તો ખ્યાલ રાખો કે તે બધાને ફીલ્મમાં કામ
આળસુ વ્યક્તિને આપણે ભાંગેલા હાડકાનો કે ઢીલા હાડકાનો કહીએ તે બરોબર નથી. વાસ્તવમાં હાડકાં ઢીલાં નથી, ખૂબ મજબૂત છે. હૃદય, મગજ, ફેફસાં, હોજરી. આંતરડાની માફક હાડકાં માનવ શરીરનું ખૂબ અગત્યનું અંગ છે. એટલું જ નહીં પણ ખૂબ વ્યસ્ત અંગ છે. કોઈ પણ અદ્યતન ફેક્ટરીની માફક તમારા હાડકામાંથી જ તમારા લોહીના લાલ કણ, સફેદ કણ બનાવવાનું કામ સતત ૨૪ કલાક ચાલુ રહે છે. દરેક મિનિટે તમારાં શરીરમાં ૧૮ થી ૨૦ કરોડ જેટલા લાલ કણ નાશ પામે છે.
જો કોઇ વ્યક્તિ ફક્ત દુનિયાભરમાં પ્રસિદ્ધ થએલા ''વજન ઓછું કરવા માટેનાં'' હજારો નુસખા અને કૃત્રિમ ઉપાયો અજમાવવા છતાં વજન ઓછું (કાયમ માટે) કરી ના શકતા હોય તો આ ચરબીના કોષ વિષેની ઘણી બધી બાબતો આપણે જાણતા નથી. ઓબેસીટી (જાડાપણા) માટે સંશોધન કરનારા સંશોધકોએ પણ એક વાત વિના વિવાદે કાયમ માટે સ્વીકારી લીધી છે કે 'જાડાપણું એ ફક્ત ખૂબ પ્રમાણમાં ખાવાની આસક્તિ અને શ્રમ કરવા પ્રત્યેની ઉદાસીનતા નથી.'
શાકભાજી અને તાજાં ફળો લેવાને બદલે વિટામિન અને મિનરલ્સની ગોળીઓ લેવી સારી કે ખોટી?
નાનાં બાળકો અને મોટી ઉંમરના વડીલો માટે ગોળીઓ લેવી જરૃરી છે કારણ કે બાળકોની પાચનશક્તિ ડેવેલોપ થઈ ના હોય અને વડીલોની પાચનશક્તિ મંદ થઈ ગઈ હોય. પણ ૧૦ થી ૫૦ વર્ષની વ્યક્તિ માટે લીલાં શાકભાજી અને તાજાં ફળો લેવાં તે તમારા શરીરમાં અત્યંત જરૃરી તેવા વિટામિન્સ અને મિનરલ્સ લેવાનો શ્રેષ્ઠ રસ્તો છે.