|
Written by GS News
|
|
Friday, 20 November 2009 |
મેષ ઃ આપના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રહેવા ઉપરાંત અન્ય વધારાના કામ અંગે બહાર જવાનું થાય. વ્યવહારિક, સામાજિક કામ થઈ શકે.
વૃષભ ઃ આપના અગત્યના કામમાં કોઈ કારણસર રૃકાવટ, ચિંતા, મુસ્કેલી અનુભવાય. નોકરી-ધંધામાં સાવધાની રાખવી. તબિયત સાચવવી.
મિથુન ઃ ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર સાંસારિક, વ્યવહારિક, સામાજીક કામમાં શાંતિ, ધીરજ રાખવી. નોકરી-ધંધામાં ચિંતા પછી રાહત.
કર્ક ઃ સીઝનલ વાયરસ ઈન્ફેકશન, બીમારીથી સંભાળવું. નોકરી-ધંધાના, સગાસંબંધી, મિત્રવર્ગના, કામની વ્યસ્તતા રહે. બહાર જવું પડે.
સિંહ ઃ વાણીમાં મીઠાસ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. આપના તેમજ અન્ય કામમાં, નોકરી-ધંધાના કામમાં સફળતા મેળવી શકો.
કન્યા ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ઘર, પરિવારમાં, વાતવાતમાં વિવાદ, ગેરસમજથી બેચેની અનુભવો.
તુલા ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતનું આયોજન ગોઠવાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. નોકરી-ધંધાનું કામ થાય.
વૃશ્વિક ઃ કૌટુંબિક, વ્યવહારિક, સામાજિક કામની વ્યસ્તતા, ખર્ચ, ચિંતા-દોડધામ રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે.
ધન ઃ નકારાત્મક વિચારો, અનિંદ્રા-બેચેનીના કારણે આપને કંઈ ગમે નહીં. નોકરી-ધંધાના કામમાં ધીરજ શાંતિ રાખવી.
મકર ઃ પોતાની ભૂલ, ઉતાવળના કારણે, ગુસ્સાના કારણે વિવાદ થાય, નુકસાન થાય. સાંજના સમયે બહાર જવાનું થાય.
કુંભ ઃ આપના પુત્ર પૌત્રાદિકના વ્યવહારિક, સામાજીક કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાના, કુટુંબના સંબંધો તાજા થાય.
મીન ઃ નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. જુના સંસ્મરણો, સંબંધોમાં ખર્ચ થાય.
|
|
Written by GS News
|
|
Thursday, 19 November 2009 |
|
મેષ ઃ આપના વ્યવહારિક, સામાજીક તેમજ નોકરી, ધંધાના સંબંધો તાજા થાય. નિકટના સ્વજન, સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય.
વૃષભ ઃ આપના બેંકના, નોકરી-ધંધાના કામમાં, સરકારી કામમાં ગાફેલ રહેવું નહીં. આરોગ્યની અસ્વસ્થતા, માનસિક પીડા જણાય.
મિથુન ઃ પેટ, કમરમાં દર્દ પીડા, સાંસારીક પ્રશ્નની ચિંતાના કારણે બેચેન રહે પરંતુ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
કર્ક ઃ હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનાર આપને મુશ્કેલીમાં મુકવાનો પ્રયત્ન કરે. પરંતુ ફાવી શકે નહીં. પત્ની-સંતાનનું કામ થાય.
સિંહ ઃ શેરોના-સોના-ચાંદીના, અન્ય ધાતુના વેપાર-ધંધામાં જોખમ વધારવું નહીં. આરોગ્ય સાચવવું, વાહન ધીમે ચલાવવું.
કન્યા ઃ શરદી-કફ, શરીરમાં સુસ્તી-બેચેનીના કારણે તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધામાં રૃકાવટ, મુશ્કેલી અનુભવો.
તુલા ઃ આપના આત્મવિશ્વાસમાં વધારો થાય, શારીરિક, માનસિક સ્ફૂર્તિ, ઉત્સાહના કારણે ધાર્યું કામકાજ કરી શકો.
વૃશ્ચિક ઃ આજે નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં સાનુકૂળ સફળતા મેળવી શકો. ધંધામાં આવક થાય. અગત્યનું કામ ઉકેલાય.
ધન ઃ ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર પોતાનું તેમજ અન્યનું કામકાજ કરવું. સીઝનલ બિમારીથી સંભાળવું. પત્નિના આરોગ્યનું ધ્યાન રાખવું.
મકર ઃ વ્યવહારિક-સામાજીક કામ અંગે વધારાનો ખર્ચ કરવો પડે. અગત્યના કામકાજ અંગે બહારગામ જવાનું થાય, આનંદ રહે.
કુંભ ઃ આપના નોકરી-ધંધાનાં કામકાજમાં, વ્યવહારિક-સામાજીક કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં આવક થાય. કામ ઉકેલાય.
મીન ઃ આપનાં સગાં-સંબંધી મિત્રવર્ગમાં ધ્યાન આપવું પડે. સંબંધો સાચવવા પડે. નોકરી ધંધામાં સાનુકૂળતા રહે.
|
|
Written by GS News
|
|
Wednesday, 18 November 2009 |
મેષ ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ સવસ્થતા, સાનુકૂળતા, સફળતા, આનંદ અનુભવતા જાવ. વધારે કામ કરી શકો.
વૃષભ ઃ આક્ષેપ, અપયશ, વિવાદ, નિષ્ફળતાના કારણે આપને કાંઈ ગમે નહિ. દાંત, દાઢ, પગ, કમરમાં દર્દપીડા અનુભવાય.
મિથુન ઃ પત્નીના સ્વભાવ- આરોગ્યની ચિંતા રહે. છૂટાછેડાની કાર્યવાહીમાં, વિવાદમાં શાંતિ રાખવી પડે. પેટ- કમરમાં તકલીફ રહે.
કર્ક ઃ વિચારોની દ્વિધા- શારીરિક અસ્વસ્થતાના કારણે આપને કંઈ ગમે નહિ છતાં નોકરી- ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે.
સિંહ ઃ વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. શેરોની લે-વેચમાં પુત્ર- પૌત્રાદિના કામમાં ચિંતા રહે. ગુસ્સો કરવો નહિ.
કન્યા ઃ ઘર- પરિવારના મિત્રવર્ગના પ્રશ્નમાં શાંતિ રાહત જણાય નહિ. માતાના આરોગ્ય અંગે, મોસાળ પક્ષના પ્રશ્નો અંગે ચિંતા રહે.
તુલા ઃ ભાઈભાંડુ, નોકર-ચાકર વર્ગ, સહકાર્યકર વર્ગના પ્રશ્ને ચિંતા રહે પરંતુ નોકરી- ધંધાનું કામકાજ કરી શકો, ધ્યાન આપી શકો.
વૃશ્ચિક ઃ આંખની દર્દપીડા, કૌટુંબિક કામની ચિંતા રહે. નાણાંની ઉઘરાણીમાં, ચૂકવણીમાં ચિંતા- મુંઝવણ પછી પ્રશ્ન ઉકેલાય.
ધન ઃ શરદી- ખાંસી- ગળાની તકલીફ, ચક્કર, માથામાં દર્દપીડાથી તમારા રોજીંદા કામમાં આનંદ ઉત્સાહ, જણાય નહીં.
મકર ઃ નુકસાનીથી, વિવાદથી સંભાળવું, સાંસારિક પ્રશ્નમાં ચિંતા રહે. ખર્ચમાં વધારો થાય, નોકરી- ધંધામાં શાંતિ રાખવી.
કુંભ ઃ શેરોની કામગીરીમાં, ધીરધારના ધંધામાં સંભાળવું, તમારો ઉતાવળિયો નિર્ણય નોકરી- ધંધામાં ચિંતા રખાવે.
મીન ઃ નોકરી- ધંધાના ખાતાકીય કામમાં, રાજકીય સંબંધમાં ચિંતા રહે, સમયસર પોતાની ગણતરી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
|
|
Written by GS News
|
|
Tuesday, 17 November 2009 |
મેષ ઃ આપનો વ્યવસાય મકાન- જમીન- ઈલેકટ્રીકનો, ટ્રાવેલ્સનો હોય, તાંબાનો, ઘઉં, તેલનો વેપાર હોય તો તેમાં નુકસાનથી સંભાળવું.
વૃષભ ઃ આપના મિત્રવર્ગના, આડોશ પાડોશના વ્યવહારિક, સામાજીક કામ અંગેની, નોકરી-ધંધાની વ્યસ્તતા રહે, ખર્ચ કરવો પડે.
મિથુન ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં કમિશન, દલાલીના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય.
કર્ક ઃ નોકરી-ધંધાના તેમજ દેશ પરદેશના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો થાય.
સિંહ ઃ સગા સંબંધી, મિત્રવર્ગ, માતાપિતા, સાસુ- સસરાના પ્રશ્ને ચિંતા રહે. હરોફરો, કામકાજ કરો પરંતુ નોકરી-ધંધાની ચિંતા રહે.
કન્યા ઃ અગત્યના કામ અંગે કોઇને મળવાનું થાય. ચર્ચાવિચારણા થાય. નોકરી-ધંધાના કામ ઉકેલાવાથી હળવાશ, રાહત અનુભવો.
તુલા ઃ આપના નોકરી-ધંધાના કામમાં આવક થાય. નવા કામ અંગે, આયોજન અંગે વિચારી શકો. કોઇની મદદ મળી રહે.
વૃશ્ચિક ઃ વિચારોની દ્વિધા રહેવાના કારણે નિર્ણય કરવામાં મુશ્કેલી અનુભવો. યાત્રા પ્રવાસમાં, બહારના કામમાં સંભાળવું.
ધન ઃ ખર્ચમાં સંયમતા રાખવી. ઈન્કમટેક્ષ- સેલટેક્ષની કે કાનૂની કાર્યવાહીમાં ગાફેલ રહેવું નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં તકલીફ થાય.
મકર ઃ પુત્રપૌત્રાદિકના, નોકરી-ધંધાના કમિશનના કામમાં ધ્યાન આપી શકો. સહકારી- ખાતાકીય- કાનૂની કામની વ્યસ્તતા રહે.
કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચાવિચારણા થાય. અન્યનું માર્ગદર્શન, સહકારી મળી રહેવાથી ચિંતા-મુંઝવણ ઓછી થાય.
મીન ઃ કામના આયોજન અંગે કોઇને મળવાનું થાય. નોકરી-ધંધાના કામમાં વધારો થાય. સીઝનલ ધંધો થઇ શકે.
|
|
Written by GS News
|
|
Monday, 16 November 2009 |
|
મેષ ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિ થતાં આપના હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટમાં ઘટાડો થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
વૃષભ ઃ આજથી આપ આઠમા રાહુના બંધનમાં અઢાર મહિના માટે આવવાના કારણે આગામી સમયમાં તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે.
મિથુન ઃ આપ આજથી અઢાર મહિના પછી આઠમા રાહુના બંધનમાંથી મુક્ત થવાના કારણે ધીરેધીરે આપ સ્વસ્થતા-સાનુકૂળતા અનુભવતા જાવ.
કર્ક ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિ થવાથી આપના માનસિક પરિતાપ-ચિંતા-તણાવ ઓછા થાય. કામકાજમાં સફળતા મેળવતા જાવ.
સિંહ ઃ ચાંડાલયોગની સમાપ્તિ આજે થઈ રહી છે તેથી ખર્ચ-ચિંતા ઘટે. મહત્ત્વના કામમાં સફળતા મળવાના સંજોગો પ્રબળતા થતા જાય.
કન્યા ઃ આજથી આપ અઢાર મહિના માટે ચોથા રાહુના બંધનમાં આવવાથી આગામી સમય આપના કાર્યક્ષેત્રમાં કઠિન બનતો જાય.
તુલા ઃ અઢાર મહિના પછી આપ ચોથા રાહુના બંધનમાંથી આજે મુક્ત થવાથી કષ્ટપીડા-મુશ્કેલીમાંથી બહાર, નીકળી શકો.
વૃશ્ચિક ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિ આપની કાર્યસફળતા, પ્રગતિમાં વધારો કરાવે. આગામી સમયમાં નવીન કાર્યરચનાથી આનંદ રહે.
ધન ઃ આજથી રાહુ આપની રાશિમાં પરિભ્રમણ શરૃ કરતાં અવારનવાર માસિક ચિંતા રહે. ચક્કર, માથામાં દર્દપીડાથી સંભાળવું.
મકર ઃ આજથી આપ અઢાર મહિના સુધી બારમા રાહુન બંધનમાં આવવાના કારણે ખર્ચ-ચિંતા વધે. નાણાંકીય જોખમો વધારવા નહીં.
કુંભ ઃ આપ આજે બારમા રાહુના બંધનમાંથી અઢાર મહિને મુક્ત થશો. રાહુની બંધનમુક્તિથી નાણાંકી ચિંતા-મુંઝવણ ઓછી થતી જાય.
મીન ઃ આજે ચાંડાલયોગની સમાપ્તિથી આપને આગામી સમયમાં લાભ-ફાયદો થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.
|
|