ભુજ,
દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં હજુ આજે જ વડાપ્રધાને
ભારત ઉપર પાકિસ્તાની ત્રાસવાદી હુમલાની શકયતા દાખવી હતી ત્યારે બીજી બાજુ,
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં માછીમારોના સ્વાંગમાં નવ પાકિસ્તાની
ઘૂસણખોરો પકડાતા ભાંગફોડિયા પ્રવૃત્તિની હીલચાલ વિશેની સંકા મજબૂત બની છે.
કચ્છના લખપત વિસ્તારમાં અકરી પાવર પ્લાન્ટથી બે નોટિકલ માઈલ દૂર 'અલ
કબૂતર' નામની બોટ સાથે આ નવ શખ્સોને બી.એસ.એફ. દ્વારા ઝડપી લેવાયા હતા.
એમાંના ત્રણ ઈસમો સંકાસ્પદ જણાયા છે.
ભુજ,
મુન્દ્રાની આ મુરાદ બુખારી પીરની દરગાહે દર્શનાર્થે કચ્છ - સૌરાષ્ટ્રમાંથી ૭૦,૦૦૦ શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. હાજીપીરના ઉર્ષ દરમિયાન હાજીપીરની દરગાહે સલામ ભર્યા બાદ શ્રધ્ધાળુઓ મુન્દ્રાની સલામ અર્થે આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.
ભુજ,
કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધધામની પ્રજાને પુરતી પ્રાથમિક સુવિધાઓના અભાવે દિવસો કાઢી રહ્યા છે. અહીંના કુલ ૧૨ સેકટરોમાં રસ્તાઓ મગરની પીઠ જેવા ખાડા ખબડાવાળા બની ગયા છે. વાહન ચાલકો અતિ મુશ્કેલી વેઠી રહ્યા છે. રસ્તાઓની સ્થિતિ સુધારવા માંગ ઉઠી છે.
ભુજ,
ભુજની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલની રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સાત દિવસીય ખાસ શિબિરનું ભુજ તાલુકાના ભુજોડી ગામે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત છાત્રોએ એસ.ઓ.એસ. ચિલ્ડ્રનવિલેજમાં પણ અનાથ બાળકો સાથે સમય ગાળ્યો હતો. તથા સંકલ્પ કર્યો હતો કે અમે માબાપને કયારેય તેમને વૃધ્ધાવસ્થામાં તરછોડીશું નહીં તેમનો સહિયારો બનીશું.
ભુજ,
ભચાઉના ચોબારી પંથકમાં શનિવારે મધરાતે અલગ અલગ સમયે ભૂકંપનાં હળવા આંચકા અનુભવાતાં ફફડાટ ફેલાયો હતો. રાત્રીના નવ અને અગિયાર વાગ્યે એમ બે વખતે આંચકા અનુભવાતાં ફફડાટ ફેલાયો હતો. રાત્રીના નવ અને અગિયાર વાગ્યે એમ બે વખત આંચકા અનુભવાયા હતા.
ભુજ- રાજકોટ
કચ્છ એલ.સી.બી. પોલીસે ગાંધીધામ ભચાઉ હાઈવે પર મુન્દ્રા-પાણીપત ક્રુડચોરી પ્રકરણમાં ઝડપેલા રાજસ્થાની ટેન્ડર ચાલકને અદાલતમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ પર લીધો છે. ટેન્કર ચાલકની પ્રાથમિક પુછપરછમાં અંજાર તથા આદિપુરના બે આયર શખ્સોના નામ ખુલવા પામ્યા છે. આ ક્રુડચોરીમા આઠથી દસ શખ્સોની સંડોવણી ખુલે તેવી સંભાવના છે.