આણંદ,
પેટલાદ નજીકના વિશ્નોલી ગામ પાસેના સંતરામપુરા વિસ્તારમાં રહેતા એક
વ્યક્તિએ રાત્રિના સુમારે પોતાની જ સગી માં તેમજ માસીની દિકરી બહેનને
એકલતાનો લાભ લઈ ધારીયાના ઘા ઝીંકી દઈ હત્યા કરી હત્યારો નાસી છુટયો હતો.
વિશ્નોલી તાબેના સંતરામપુરામાં બનેલી આ ઘટનાના સમાચાર વાયુવેગે સમગ્ર
પંથકમાં પ્રસરતા ભારે અરેરાટીભર્યો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ બનાવની
જાણ પોલીસને થતાં જ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે ધસી આવી હતી. બનાવ અંગેની
માહિતી મેળવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર આવીને
તપાસની કામગીરી આરંભી મૃતકોના મૃતદેહનો કબ્જો મેળવીને પીએમ અર્થે નજીકની
હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને
ફરાર હત્યારાના શોધખોળના સઘન ચક્રો ગતિમાન કર્યા છે.
આણંદ,
આણંદ જિલ્લાના કેટલાક તાલુકા મથકોમાં તંત્રની લાપરવાહીના લીધે રોગચાળાના
કેસોમાં છેલ્લા ૧૫ દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદે
જ્યારે વિરામ લીધો છે ત્યારે ગંદકીવાળા વિસ્તારોમાં તંત્ર દ્રારા કોઈ
નક્કર કાર્યવાહી હાથ ન ધરાતા આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે.
રોગચાળામાં પણ ખાસ કરીને ટાઈફોઈડ અને ઝાડા-ઉલ્ટીના કેસો દિન-પ્રતિદિન વધી
રહ્યા છે. આણંદ જિલ્લાના પાંચ તાલુકા મથકોમાં મળીને છેલ્લા ૧૫ દિવસના
સમયગાળા દરમ્યાનથી આજદિન સુધીમાં અંદાજે ૮૫૦ કરતા વધુ ટાઈફોઈડ તેમજ
ઝાડા-ઉલ્ટીના કેસો બન્યા હોવાનું જાણવા મળેલ છે. વહીવટીયતંત્ર જો આ અંગે
સજાગ નહી થાય તો આગામી દિવસોમાં જિલ્લાના કેટલાક મથકો બહુ મોટા રોગચાળાના
ભરડામાં ફસાઈ શકવાની શક્યતા નકારી શકાતી નથી.
નડિયાદ,
માંડ આઠ માસના દાંપત્ય જીવનમાં પરિણીતા અને સાસરીયાઓ વચ્ચે સર્જાયેલ
વિખવાદ અને વર્તમાન સમાજના એક નકારાત્મક પરિબળને ઉજાગર કરતો કિસ્સો
પ્રકાશમાં આવ્યો છે. જેમાં નડિયાદ તાલુકાના વસોની એક પરિણીતાએ પોલીસમાં
નોંધાવેલી ફરિયાદમાં પોતાના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા કરી તેના ગર્ભમાં
રહેલું બાળક બીજાનું છે એવો આક્ષેપ કરી રૃ. ૨૫ હજારની માગણી કરી હતી.
નડિયાદ,
ખેડા જિલ્લામાં જુગાર રમવાના જુદા જુદા ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે.
ડભાણ, મહેમદાવાદ અને અરેરી ગામે બનેલા આ બનાવોમાં પોલીસે ૧૮ ઇસમો સામે
જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અને તેમની પાસેથી રૃ. ૯૧ હજારનો
મુદ્દામાલ કબજે કર્યો છે.
આણંદ,
આણંદ તાબેના જીટોડિયા નજીક ચાવડાપુરા ગામે આવેલ એક હાઈસ્કૂલના પ્રિન્સીપાલ
દ્રારા આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલ માહિતી પૂરી ન પડાતા આ સમગ્ર મામલો
જિલ્લા કલેક્ટર સુધી પહોંચવા પામ્યો છે. હાઈસ્કૂલના આ પ્રિન્સીપાલે આરટીઆઈ
અંતર્ગત માંગવામાં આવેલ માહિતી કયા કારણોસર પૂરી પાડી નથી ? તે એક યક્ષ
પ્રશ્ન આમ નાગરિકોમાં બનવા પામ્યો છે. એક મહિનાની મુદ્દત વીતી ગયા ઉપરાંત
સાત દિવસ જેટલો સમય ગયો હોવા છતાં આ પ્રિન્સીપાલ દ્રારા માહિતી ન અપાતા
મૂળ અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
આણંદ,
આણંદ શહેરના મેફેર રોડ ઉપર આવેલ એક એક્સરે અને સોનોગ્રાફી ક્લીનીક ધરાવતા
ર્ડાક્ટર દ્રારા અમદાવાદની એક પરિણીતાનો ગર્ભપાત કરી નાખતા આ સમગ્ર મામલો
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો. આ પરિણીતાએ રાજ્યના
આરોગ્ય મંત્રી સમક્ષ પોતાની સાથે થયેલ કામગીરી અંતર્ગત લેખિતમાં રજુઆત કરી
હતી. આ સમગ્ર બાબતની તપાસ આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારીને સોંપવામાં આવતા
તપાસમાં તથ્ય જણાઈ આવતા ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આ અંગે આણંદ પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. આશ્ચર્યની બાબત એવી છે કે આ અંગે પોલીસ પણ
વિસ્તૃત માહિતી આપવા ઈન્કાર કરે છે.
આણંદ,
આણંદ નગર પાલિકા દ્રારા કર્મચારીઓને આણંદ શહેરમાં પ્લોટ ફાળવવા અંગે અગાઉ
નક્કી કરવામાં આવ્યુ હતુ. આ પ્લોટની ફાળવણી બાબતે જે તે કર્મચારીઓ પાસેથી
રૃા.૯,૦૦૦/- જેટલી રકમ પણ પાલિકાએ લીધી હતી. આ કામગીરી અંતર્ગત રૃપિયા
ભર્યા હોવા છતાં પણ આજદિને પાલિકા તરફથી કેટલાક કર્મચારીઓને પ્લોટની
ફાળવણી કરવામાં ન આવતા આવા કર્મચારીઓ રઝળી પડયા છે.